Published by : Rana Kajal
ગુજરાતના કંડલા બંદર ખાતે તાજેતરમાં ફિલ્મી દ્રશ્યો જેવા દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે કોલસો ભરેલ રશિયન જહાંજને ઉગારી લેવામાં આવ્યું હતું. કંડલા બંદર પાસે બનેલ આ ધટના અંગેની વિગત જોતા દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા નજીક આવી પહોંચેલ કોલસા ભરેલ રશિયન જહાજ લાંગરે તે પહેલાં તેનુ એન્જિન ઠપ્પ થઈ ગયું હતું. પરંતુ આ બાબતે કંડલા ઓથોરિટીને સિગ્નલ મળી જતા ડૂબતા જહાજને ઉગારી લેવાના ત્વરીત પ્રયાસો શરૂ કરી દેવામાં આવતા રશિયન જહાજને કંડલા બંદરે ખેચી લવાયું હતું. જેના પગલે જહાજના રશિયન કેપ્ટન સહીત તમામમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.