Published By : Aarti Machhi
ભરૂચ પાલિકાની ડંપિંગ સાઈટનો કાયમી નિવેડો આવી રહ્યો નથી. સાયખામાં કાયમી સાઇટ ઘોંચમાં પડી હોય પોણા બે વર્ષ પેહલા મનુબર જવાના માર્ગે થામ ગામમાં હંગામી ડંપિંગ સાઇટ ઉભી કરાઈ હતી.પાલિકાએ ખેતર ભાડે લઈ શહેરમાંથી રોજ ડોર ટુ ડોર ઉઘરાવાતો કચરો ઠાલવવાનો શરૂ કર્યો હતો.

ગારબેજના પહાડને તેમાંથી આવતી દુર્ગંધને લઈ.થામ, કંથારીયા, દેરોલ, કરમાડ, વહાલું ગામ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.જે ડમ્પિંગ સાઈટને પગલે ત્રસ્ત બનેલા લોકોએ આ ડમ્પિંગ સાઈટ બંધ કરાવી હતી. જે બાદ આજરોજ નગર પાલિકાના અધિકારી,મામલતદાર અને પ્રાંત અધિકારી સહિતની ટીમ ડમ્પિંગ સાઈટ ખાતે પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ડમ્પિંગ સાઈટ શરૂ કરવાની હિલચાલ વચ્ચે સરપંચો,ગ્રામજનોએ સામાજિક આગેવાન અબ્દુલ કામઠીની આગેવાનીમાં વીજળીક વિરોધ નોંધાવ્યો હતો.પાંચ ગામોમાં ગંદકી, રોગચાળો, પ્રદુષણ, પાકને પણ અસરની દહેશત વચ્ચે આ ગેરકાયદે ડંપિંગ સાઇટ કાયમી બંધ કરવા માંગ કરી હતી.અને હવે પછી કોઈપણ કાર્યવાહી કરવામાં આવશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
