Home News Update My Gujarat કંપનીમાં પાર્ટનર બનાવી નફાના નાણા ન આપી છેતરપીંડી કરનાર સામે પોલીસ ફરિયાદ…

કંપનીમાં પાર્ટનર બનાવી નફાના નાણા ન આપી છેતરપીંડી કરનાર સામે પોલીસ ફરિયાદ…

0

Published by : Anu Shukla

દહેજની જોલવા ગામ પાસે આવેલ ચાઈના સ્ટીલ કંપનીના જેતે સમયના આસિસ્ટન્ટ એન્જીનીયરને મિત્રાધ કંપનીમાં પાર્ટનર બનાવવાનું કહી બે ઈસમો છેતરપીંડી કરતા સી ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે

મૂળ રાજસ્થાનના હાલ સુરતના અડાજણ રોડ ઉપર આવેલ સત્યમ રો-હાઉસમાં રહેતા સુનીલ હરજીલાલ બડગુજર વર્ષ-૨૦૧૪માં દહેજના દહેજની જોલવા ગામ પાસે આવેલ ચાઈના સ્ટીલ કંપની આસિસ્ટન્ટ એન્જીનીયર તરીકે નોકરી કરતા હતા તે સમયે ૨૦૧૬માં સીગ્નોડ કંપનીમાં નોકરી કરતા સુભાષ સુબ્રમણ્યમિયન કાલાચન અને અમિતકુમાર રામસાગર સિંહ ચાઈના સ્ટીલ કંપનીમાં આવતા જતા હોવાથી પરિચય થયો હતો તે દરમિયાન આ બંનેએ મિત્રાધ કંપની શરુ કરી હતી અને અલગ અલગ કંપનીમાં થતી પ્રોડક્ટનું પેકિંગ,પેકિંગ કરવાના મશીન અને રો-મટીરીયલ સપ્લાય કરવામાંનો કોન્ટ્રકટનું કામ લેતા હતા ગત તારીખ-૧૫-૧૧-૨૦૨૦ના રોજ આ બંને ઈસમોએ સુનીલ બડગુજરને ભરૂચના ઝાડેશ્વર સ્થિત અક્ષરધામ એપાર્ટમેન્ટ સાઈ મંદિર સામેની તેઓની ઓફીસમાં બોલાવ્યા હતા અને મિત્રાધ કંપનીમાં પાર્ટનર રહેવા માટે ઓફર કરી હતી જે ઓફરને લઇ સુનીલ બડગુજરે હા કહેતા બંને ઈસમોએ તેઓને તમે ચાઈના સ્ટીલમાં નોકરી કરો છો નોકરી માંથી રાજીનામું આપશો તો તમને પાર્ટનર તરીકે રેકોર્ડ ઉપર નામ દાખલ કરવા બાંહેધરી આપી હતી અને મહીને ૧૫ હજાર આપવાનું કહ્યું હતું.જે બાદ બંને ઈસમોને સુનીલ બડગુજરે પાર્ટનર તરીકે રહેવા અને નામ દાખલ કરવાનું કહેતા તેઓને નાં પાડી તારાથી થાય તે કરી લેજે તેવું કહી નફાના નાણા નહિ આપી છેતરપીંડી કરતા બંને ઠગ ઈસમો વિરુદ્ધ સી ડીવીઝન પોલીસ મથક ખાતે ભોગ બનનારે ફરિયાદ નોંધાવી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version