Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBharuchકચ્છથી દહેજ આવતા 18.76 લાખના સળિયા સગેવગે કરવાનું કૌભાંડ...

કચ્છથી દહેજ આવતા 18.76 લાખના સળિયા સગેવગે કરવાનું કૌભાંડ…

Published By : Parul Patel

  • 7 ટન સળિયા, બે ટ્રેલર મળી ₹23.37 લાખના મુદ્દામાલ સાથે 2 ડ્રાઇવરની ધરપકડ
  • દહેજની માલવા પંજાબ હોટલનો હસ્ટ્રીશીટર માલિક વોન્ટેડ
  • એક ટ્રેલરમાંથી બીજા ટ્રેલરમાં 7.030 મેટ્રીક ટન સળિયા ભરી વેચવાની પેરવી કરે તે પહેલા જ ઝબ્બે

દહેજ પોલીસે કચ્છથી દહેજ આવતા 18.76 લાખના સળિયા સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું…

ભરૂચ જીલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલ હોય જે એકમોમાં બાંધકામ માટે અને એકમો શરૂ કરવા માટે બહારથી મોટા પાયે ટ્રાન્સપોર્ટના વાહનોમાં ઔદ્યોગિક એકમોને લગતો સામાન આવતો હોય છે. જે સામાનોમાં કોઈ ગેરરીતી કે છેતરપીંડી કે ચોરીના બનાવો ન બને અને આ પ્રકારની પ્રવૃતી સદંતર નાબુદ થાય તે માટે પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે સૂચના આપી હતી. નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલના માર્ગદર્શન મુજબ અગાઉ આ પ્રવૃતિ સાથે જોડાયેલ માલવા પંજાબ હોટલનો માલિક જગજીવનસિઘ ઉર્ફે રિન્કુસિંઘ પર સતત દહેજ પોલીસ દ્વારા વોચ રાખવામા આવી હતી.

23 જુલાઈના રોજ દહેજ પોલીસને હકિકત મળેલ કે, માલવા પંજાબ હોટલમાં શંકાસ્પદ માલ ટ્રેલરમાં ટ્રાન્સફર થાય છે. જે હકિકત આધારે દહેજ પોલીસ રેઈડ કરતા શંકાસ્પદ લોંખંડના સળીયા ટ્રેલરમાં ભરી બે ઈસમો જવાની તૈયારી કરતા જ બન્ને ઈસમોને પકડી પાડેલ અને હોટલ માલિક રિન્કુસિંઘ નાસી ગયો હતો. તપાસ કરતા જણાય આવેલ કે, સામખ્યારી (કચ્છ) ના રાજ ટ્રાંસપોર્ટનુ ટ્રેલર નંબર GJ – 12 – BT – 1567 માં સામખ્યારી ખાતે આવેલ ઈલેક્ટ્રો થમ કંપનીમાથી લોખંડના 8MM તથા 10 MM ના સાઈઝના લાંબા 32.180 મે.ટન ₹18.76 લાખના સળીયા ભરી નીકળી હતી. દહેજ મુકામે આવેલ વીમીત કન્સ્ટ્રકશન ખાતે પહોંચાડવા ડ્રાઈવર હેમંતકુમાર પુરાનારામ ચૌધરી દહેજ ખાતે આવેલ માલવા પંજાબ હોટલના માલિક જગજીવનસિઘ ઉર્ફે રિન્કુસિંઘ નાઓ તથા એક અન્ય ટ્રેલર નંબર GJ – 06 – BV – 4923 ના ડ્રાઈવર રામલલીત રામ તેજ વર્મા સાથે મળી પ્લાન કરી પુર્વ આયોજીત કાવતરુ રચ્યું હતું. ટ્રેલર નંબર- GJ12 – BT – 1567 માના લોંખડના સળીયા પૈકી આશરે 7030 મે.ટન કિ.રૂ. 3.37 લાખ બારોબાર વેચાણ કરવાના ઈરાદે ટ્રેલર નંબર GJ – 06 BV – 4923 મા ટ્રાંસફર કરી વીમીત કંટ્રકશનમાં નહીં પહોંચાડી વિશ્વાસઘાત કર્યો હતો. PI પી.આર.વાઘેલા, PSI એલ.બી.સૈની, વિવેકકુમાર સહિત સ્ટાફે 7 ટન સળિયા, બે ટ્રેલર મળી કુલ 23.37 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તમામ મુદ્દામાલ રીકવર કરી ત્રણેયની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!