Published by : Rana Kajal
આજના સમયમાં જ્યારે લગ્ન પ્રસંગમાં મોંઘા મંડપ અને ડેકોરેશનની બોલબાલા છે ત્યારે કચ્છના સુખપર ગામ ખાતે ગૌ પ્રેમી કુટુંબ દ્વારા ગાયના ગોબરથી મંડપ સજાવવામાં આવ્યો છે. ગાયના ગોબરથી કચ્છના સુખપર ગામમાં સજાવવામાં આવેલા મંડપ અંગે વધુ વિગતે જોતાં સુખપર ગામના રવજી ભાઈની પુત્રી નિશાના લગ્નની તારીખ નક્કી થતાંજ આખુ ગામ લગ્નની તૈયારીમાં લાગી ગયું હતું તેનું મુખ્ય કારણ એ હતું કે ગાયના ગોબર થી મંડપ સજાવવા નિર્ણય લેવાયો હતો. તેથી આખા ગામના ગાયના ગોબરને એકઠું કરવામાં આવ્યું સાથે જ જેના લગ્નનો માંડવો ગાયના ગોબરથી તૈયાર કરવામાં આવતો હતો. તે નિશા તેમજ તેની સખીઓ અને ગામના લોકોના સાથ અને સહકારથી મંડપ સજાવવામાં આવ્યો હતો. ગાયના ગોબર વડે મંડપ સજાવવામાં આશરે 20 દિવસ જેટલો સમય લાગ્યો હતો. નિશા અને તેના કુટુંબીજનોએ જણાવ્યુ કે ગાયના ગોબરના કારણે સકારાત્મક અસર ઉભી થતી હોય તેમણે આ નિર્ણય લીધો હતો.