Home News Update My Gujarat કચ્છી મશરૂમમાં ખુબ જ દુર્લભ એવું એસ્ટેટાઈન પદાર્થ વૈજ્ઞાનિકોને મળી આવ્યું…જે મટાડશે...

કચ્છી મશરૂમમાં ખુબ જ દુર્લભ એવું એસ્ટેટાઈન પદાર્થ વૈજ્ઞાનિકોને મળી આવ્યું…જે મટાડશે કેન્સર…

0

Published by: Rana kajal 

આ કચ્છી મશરૂમમાં ખુબ જ દુર્લભ એવું એસ્ટેટાઈન પદાર્થ વૈજ્ઞાનિકોને મળી આવ્યું છે જે કેન્સરના સારવારમાં ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી દ્વારા મશરૂમમાં ગુણકારી પદાર્થ શોધવા માટેના સંશોધનમાં કચ્છ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગને એસ્ટેટાઈન નામનું ખૂબ જ દુર્લભ રેડીયોએક્ટિવ પદાર્થ મળી આવ્યું હતું. કેન્સરના સારવાર માટે રેડીયેશન થેરેપીમાં આ એસ્ટેટાઈન એક મહત્વનું ભાગ ભજવી શકે છે.

2017માં ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (ગાઈડ) દ્વારા કચ્છના સૂકા વાતાવરણમાં મશરૂમની ખેતી શરૂ કરી એક નવી ક્રાંતિ સર્જી હતી. પિંક ઑયસ્ટર મશરૂમ બાદ ગાઈડ દ્વારા લેબમાં ઉગતા મેડીસીનલ મશરૂમની એક પ્રજાતિ કોર્ડીસેપ્સનું પણ સફળ વાવેતર કર્યું હતું. યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગને આ સેમ્પલમાં મોટી માત્રામાં સોડિયમ, કલોરાઇડ જેવા પદાર્થો સાથે 12 ટકા એસ્ટેટાઈન પણ મળી આવ્યું હતું. આ એસ્ટેટાઈન એક એવું દુર્લભ રેડિયોએક્ટિવ પદાર્થ છે કે એક અંદાજ મુજબ સમગ્ર પૃથ્વી પર માત્ર 25 ગ્રામ એસ્ટેટાઈન હજાર છે. હાઇલી અનસ્ટેબલ ગણાતા આ પદાર્થની વયમર્યાદા મહત્તમ આઠ કલાક છે અને તે કારણે જ આજ સુધી તેના પર વધારે સંશોધન થઈ શક્યા નથી. કેન્સરની સારવાર માટે વપરાતી કીમોથેરેપીના સાઈડ ઇફેક્ટ્સના કારણે મેડિકલ સાયન્સ હવે રેડિયેશન ઠેરેપી તરફ વળી રહી છે જેમાં આ રેડિયોએક્ટિવ પદાર્થ ખૂબ ઉપયોગી નીવડી શકે છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version