Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratકચ્છ: ભુજમાં આકરી ગરમી હોવા છતાં પણ નગરપાલિકામાંથી ટેન્કરની માંગ ઘટી…

કચ્છ: ભુજમાં આકરી ગરમી હોવા છતાં પણ નગરપાલિકામાંથી ટેન્કરની માંગ ઘટી…

Published by : Vanshika Gor

કચ્છ ભુજ આમ તો રણ પ્રદેશના નામથી જાણીતો છે, કહેવાય એવું કે કચ્છમાં ઠંડી પણ એટલીજ અને ગરમી પણ એટલી જ. કચ્છમાં વરસાદ પહેલાથી જ ઓછો આંકવામાં આવે છે.પરંતુ છેલ્લા ૩ વર્ષથી કચ્છ ભુજમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે.

છેલ્લા વર્ષમાં રાજ્યના 33 જિલ્લામાં જો વરસાદની ટકાવારીની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં 75.20 ટકા નોંધાયો છે.પહેલાના સમયમાં કચ્છ જિલ્લામાં પાણીની સમસ્યા વધારે જોવા મળતી પરંતુ નર્મદના નીર કચ્છની ધરાને મળ્યા ત્યારથી પાણીની સમસ્યાનો નિકાલ અમુક હદ સુધી પાર પડી ગયો છે.આ સાથે જ કુદરત પણ કચ્છ પર મહેરબાન થઇ હોય એવું લાગી રહ્યું છે વરસાદ પણ સારા પ્રમાણમાં નોંધાઈ રહ્યો છે.

ભુજમાં આ વર્ષે નગરપાલિકા સર્વેમાં સામે આવ્યું છે કે પાણીના ટેન્કરની માંગ ઘટી છે.આટલી કાળઝાળ ગરમી પડતી હોવા છતાં પણ ભુજ વિસ્તારમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે છે.ભુજ ના હમીસર તળાવમાં પણ પાણી હજી યથાવત છે. વરસાદનું પ્રમાણ સારું હોવાથી આ વખતે કચ્છ ભુજવાસીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!