Published by : Rana Kajal
રાગીની રોટલી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. ઠંડીની સિઝનમાં રાગીની રોટલી ખાઓ છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. રાગી એક ફાઇબર યુક્ત અનાજ છે, જેમાં કેલ્શિયમ, વિટામીન અને મિનરલ્સની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. આમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન્સ હોવાથી આપણાં શરીરને ગરમ રાખે છે. ઠંડીની સિઝનમાં આપણી બોડીમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવાનું રિસ્ક વધી જાય છે. ખાસ કરીને સાંધામાં દુખાવો વધારે થાય છે. ઠંડીમાં શરીર પર વધારે જકડાઇ જાય છે..
પરંતુ શું તમે જાણો છો રાગીની રોટલી ખાવાથી હાડકાંઓ મજબૂત થાય છે જેના કારણે જોઇન્ટ્સ પેનમાંથી આરામ મળે છે. આ સાથે જ એનિમિયાના દર્દીઓ, ડાયાબિટીસના રોગીઓ અને મોટાપાથી ગ્રસ્ત લોકો માટે રાગીની રોટલી ખાવી જોઇએ.