એક ખુબ સાદાઈથી જીવન ગુજારતા વિધાનસભા સભ્ય જે બસમાં મુસાફરી કરતા એકમાત્ર જે બસમાં કમલમ પહોંચ્યા….લોકોમાં કુતૂહલ અને આશ્ચર્ય ફેલાયું…કેવી નોધ લેવા પાત્ર બાબત જ્યારે 155 વિજેતા ઉમેદવાર મોંઘીદાટ ગાડી લઈ આવતા હતા અને માત્ર એક જ એવા ઉમેદવાર જે નગરાસણથી કમલમ બસમાં પહોંચ્યા હતા…..સવારે 8 વાગ્યે નીકળેલા આ વિજેતા ઉમેદવાર 10.15 વાગ્યે તો કમલમ પહોંચી ગયા હતા આ સવા બે કલાકમાં 53 કિલોમીટરની મુસાફરી કરી હતી. કમલમ ખાતે મુખ્યમંત્રીના નામની પસંદગી પ્રક્રિયા હાથ ધરવા માટે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી.
ભાજપના તમામ વિજેતા ઉમેદવારોને બેઠકમાં હાજર રહેવા માટેનો સમય સવારે 10.30 વાગ્યાનો આપવામાં આવ્યો હતો. સવારે 9 વાગ્યા બાદ કમલમ ખાતે હલચલ તેજ થઈ ગઈ હતી. નિરીક્ષકો માટે પ્રોટોકોલ તૈનાત થઈ ગયો અને ભાજપના હોદ્દેદારો આવવા લાગ્યા. ઢોલ નગારા વાગવા લાગ્યા હતા અને વિજેતા ઉમેદવારો આવવાની શરૂઆત થઈ.ભાજપના વિજેતા ઉમેદવારોને તિલક અને ગળ્યું મોં કરી આવકારવામાં આવ્યા જેમ જેમ વિજેતા ઉમેદવારોની અવરજવર વધતી ગઈ તેમ તેમ કમલમ ખાતે વધારે ઉત્સાહભર્યો માહોલ જામતો ગયો.
કમલમ ખાતેની સીડી પાસે ઊભેલી મહિલા મોરચાની કાર્યકરો દ્વારા ગાડીમાંથી ઊતરતા ભાજપના વિજેતા ઉમેદવારોને તિલક અને ગળ્યું મોં કરાવી અને આવકારતી હતી. તેવામાં ઍક બિલકુલ સાદા કપડામાં વિજેતા ઉમેદવાર આવ્યા અને બેઠક હોલમાં જતા રહ્યા લગભગ 65 વર્ષની ઉંમરના વિજેતા એવા એક વૃદ્ધ ઉમેદવાર કમલમ ખાતે ચાલતા આવ્યા અને કમલમમાં પ્રવેશ્યા. કમલમ ખાતે સીડી પાસે આવતાં તેમને પણ તિલક કરાયું કદાચ કોઈની આસપાસથી પસાર થાય તો પહેલી નજરે તો કોઈ નોંધ લે જ નહિ કે આ કોઈ વિજેતા ઉમેદવાર હશે. થયું પણ એવું જ એ સીડી ચડ્યા અને બેઠક હોલ કે જ્યાં વિજેતા ઉમેદવારોની બેઠક હતી ત્યાં પહોંચી ગયા ત્યાં સુધી કોઈની નજર પણ તેમના પર પડી નહોતી.
જાણીને આશ્વર્ય થશે કે આ અન્ય કોઈ નહિ પરંતુ કડી વિધાનસભા બેઠક પર ભાજપમાંથી ઉમેદવારી કરી અને વિજેતા બનેલા ઉમેદવાર કરશન સોલંકી હતા. કરસન સોલંકી એક જન પ્રતિનિધિ તરીકે તેમની પાસે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં, સામાન્ય માણસ બનવાનું પસંદ કરે છે વાસ્તવમાં, કડીના રહેવાસીઓ માટે કરસન સોલંકીના બસમાં અથવા મોટાભાગે કોઈ જગ્યાએ ચાલતા જતા જોવાનું સામાન્ય દ્રશ્ય છે.