Published by : Vanshika Gor
ભગવાન શિવને સમર્પિત મહાશિવરાત્રિનો તહેવાર 18 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે. જ્યોતિષિઓનુ કહેવુ છે કે મહાશિવરાત્રિ પહેલા ગ્રહોની ચાલ સારા સંકેત આપી રહી છે. એવામાં પાંચ રાશિના જાતકોના સારા દિવસ શરૂ થઇ શકે છે.
13 ફેબ્રુઆરીએ સૂર્યએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને પછી 15 ફેબ્રુઆરી એટલેકે શુક્ર પણ મીન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. મહાશિવરાત્રિ પહેલા મુખ્ય ગ્રહોના રાશિ પરિવર્તનને અત્યંત મહત્વપૂર્ણ મનાઈ રહ્યું છે. મહાશિવરાત્રિ પહેલા ગ્રહોની આ ચાલ પાંચ રાશિઓના સારા દિવસ લઇને આવી શકે છે.
મિથુન રાશિ: જ્યોતિષ ગણતરી મુજબ મહાશિવરાત્રિથી મિથુન રાશિના જાતકોને ઘણા શુભ પરિણામ મળી શકે છે. જેનાથી આર્થિક મોરચે લાભ થશે. ભાગ્યનો પૂરો સાથ મળશે. નોકરી-વેપારમાં પણ ખૂબ પ્રગતિ થશે. કાર્યસ્થળ પર તમારા કામની ખૂબ પ્રશંસા થશે. સાહસ-પરાક્રમ વધશે. માન-સન્માનમાં વધારો થશે.
સિંહ રાશિ: સિંહ રાશિના જાતકો માટે નોકરી અને વેપારમાં પ્રગતિના યોગ બનતા દેખાઈ રહ્યાં છે. યોજનાઓ અને રણનીતિઓ નિશ્ચિત રીતે સફળ રહેશે. જે લોકો નોકરીને લઇને પરેશાન થઇ રહ્યાં હતા તેમને ખુશખબરી મળી શકે છે. ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળી શકે છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ બધુ ઉત્તમ રહેવાનુ છે.
કન્યા રાશિ: આ મહાશિવરાત્રિ કન્યા રાશિના જાતકો માટે શુભ મનાઈ રહી છે. નોકરી અને વેપારમાં લાભ થશે. ધનધાન્યમાં વધારો થવાના યોગ દેખાઈ રહ્યાં છે. રૂપિયા-પૈસાનો લાભ મળશે. જો તમે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનુ વિચારી રહ્યાં છો તો તેના માટે પણ સમય અનુકૂળ રહેશે. આ દરમ્યાન કરવામાં આવેલુ રોકાણ લાંબા સમય સુધી લાભ આપશે.
ધન રાશિ: ધન રાશિના જાતકો માટે સારા દિવસ પણ મહાશિવરાત્રિથી શરૂ થશે. રૂપિયા-પૈસાના લેવડ-દેવડ માટે સમય અનુકૂળ રહેવાનો છે. દેવામાં ફસાયેલા રૂપિયા તમને મળી શકે છે. રોકાણ કરવા માટે પણ સમય સારો છે. આવકના સ્ત્રોત વધતા નજર આવી શકે છે.
કુંભ રાશિ: મહાશિવરાત્રિનો તહેવાર કુંભ રાશિના જાતકોનુ ભાગ્ય ચમકાવનારો સાબિત થઇ શકે છે. મહાશિવરાત્રિથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે. કુંભ રાશિના જાતકોને અચાનક ધનલાભ થવાની સંભાવના છે. પૈસાની બચત થશે. ખર્ચા પર કંટ્રોલ વધશે. નોકરી માટે સારી ઑફર પણ તમને મળી શકે છે.