Published By:-Bhavika Sasiya
- ઝારખંડમાં ‘બિંદી’ લગાવવા અંગે ટીચરે થપ્પડ મારતાં સ્ટુડન્ટે આત્મહત્યા કરી હતી. જે અંગેની સ્યુસાઈડ નોટ મળી આવતા સ્કૂલના પ્રિન્સિપાલ અને શિક્ષકની પોલીસે ધરપકડ કરી હતી.
ઝારખંડ ના ધનબાદની પોલીસના જણાવ્યા અનુસાર, ઉષા કુમારી ને તેના કપાળ પર ‘બિંદી’ લગાવવા માટે શાળામાં પ્રાર્થના દરમિયાન મહિલા શિક્ષક દ્વારા કથિત રીતે અપમાનિત અને થપ્પડ માર્યા બાદ વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો.
પોલીસે જણાવ્યું કે, યુવતીએ ઘરે પહોંચ્યા બાદ હનુમાનગઢી કોલોનીમાં પોતાના ઘરમાં સીલિંગ ફેન સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી જૉકે યુવતીએ અંતીમ પગલું ભરતા પહેલાં પોલીસને સંબોધીને એક સુસાઇડ નોટ લખી હતી અને તેને તેના યુનિફોર્મમાં રાખી હતી. પત્રમાં તેણે આ ઘટના માટે સેન્ટ ઝેવિયર્સ શાળાના શિક્ષક અને પ્રિન્સિપાલને જવાબદાર ગણાવ્યા હતા જેથી પોલીસે બન્નેની ધરપકડ કરી છે.