- કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહ એક પ્રશ્નનાં પગલે મીડિયા પર રોષે ભરાઈ…
કપિલ શર્માનો કોમેડી શો થોડા થોડા દિવસોમાં કોઈને કોઈ વિવાદમાં ઘેરાયેલો રહે છૅ. સુનીલ ગ્રોવર કે અલી અસગરે કપિલ શર્મા શો છોડ્યા બાદ વિવાદ સર્જાયા હતા અને ત્યારબાદ પણ કેટલાક વિવાદ થોડા થોડા દિવસોમાં કપિલ શર્માના કોમેડી શો અંગે સર્જાતાં રહે છે. હાલમાં જ ઍક વિવાદની બાબતો સપાટી પર આવેલ છે જેની વિગત જોતાં કૃષ્ણા અભિષેક દ્વારા કપિલ શર્માનો શો છોડવા અંગેની વાતો ખુબ ફેલાઇ હતી. તેવામાં તાજેતરમાં ઍક બર્થ ડે પાર્ટીમાં કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશ્મીરા શાહ નજરે પડ્યા. મીડીયા દ્વારા કૃષ્ણા અભિષેકને કપિલ શર્મા શો છોડવા અંગેનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો ત્યારે કૃષ્ણા અભિષેક જવાબ આપી રહયો હતો પરંતુ તે કઈ બોલે તે પહેલાં તેની પત્ની કાશ્મીરા શાહે મીડિયા કર્મીનુ માઇક ઝૂંટવી લેતા મોટો વિવાદ સર્જાયો હતો.