Published by : Anu Shukla
પ્રેમ અમર હોય છે એમ કહેવાય છે. આ બાબત ને હકીકતમાં ફેરવતી ઍક પ્રેમકહાની પ્રેમીઓને કહી રહી છે કે ભલે બે પ્રેમી વર્ષો સુઘી ન મળે. આંખો ન મળે પરંતુ હેયામાં પ્રેમ ધબકતો રહ્યો હોય તો વર્ષો પછી પણ પ્રેમીઓ મળે તો શરીર ભલે વૃદ્ધ થઈ ગયુ હોય પણ દિલ તો જવાન જ રહે છે. જેમકે સોશીયલ મિડિયા પર આવીજ ઍક જીવંત પ્રેમકહાણી વાયરલ થઇ રહી છે ત્યારે લોકો કહી રહયા છે કે પ્રેમીઓની દુનિયામાં.. એસાભી… હોતા.. હે..
હા…42 વર્ષો પહેલા બે પ્રેમીઓ ઍકબીજાથી દૂર જતા રહ્યા હતા.તેમ છતા બન્ને વચ્ચે લાગણીનુ ઝરણું સતત વહી રહ્યુ હતુ. હવે ચાર દશકા જેટલો સમય વિતી ગયો ત્યારે આ પ્રેમીઓએ લગ્ન કર્યાં છે. આ લગ્નને પ્રેમની દુનિયાનું અભૂતપૂર્વ સીમાચિન્હ પણ કહી શકાય. તેમની પહેલી મુલાકાત 1971મા કોલેજમાં થઈ હતી. યુવાન હૈયાએ ઍકબીજા માટે આકર્ષણની લાગણી અનુભવી હતી. બન્ને પ્રેમીઓ સાત વર્ષ સુધી મળતા રહ્યા.
મળતી માહિતી મુજબ આ પ્રેમીઓનું નામ સ્ટીફન વોટ્સ અને જીન વોટ્સ છે. તેઓ અમેરિકાના રહેવાસી છે.
અને હા..જીનની ઉમર હાલ 69 થઈ ચૂકી છે પરંતું પ્રેમમાં કયા ઉમર જોવાય છે. તો સ્ટીફન પણ 73વર્ષના થઈ ચૂક્યા છે. જીને સ્ટીફનને જણાવ્યુ કે તે એને સાચો પ્રેમ કરે છે. પરંતુ જિનના માતા પિતા આ લગ્ન માટે રાજી ન હતાં. જીહા… અમેરિકામાં પણ માતા પિતાની લાગણીને માન આપવામા આવે છે. સ્ટીફન અશ્વેત હોવાથી ઘરના લોકો લગ્ન માટે રાજી ન હતા. જૉકે જિન અને સ્ટીફન એકબીજાને મળતા રહયા. તેવામાં બન્નેને નોકરી લાગતા બન્ને પ્રેમીઓ અલગઅલગ શહેરોમાં રહેવા લાગ્યા હતા. જિને એકવાર ફૉન કરી સ્ટીફનને જણાવ્યુકે તે અનહદ પ્રેમ કરે છે. પરંતુ માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવાં માંગતી નથી. તેથી બન્ને પ્રેમીઓએ પ્રેમને દિલમાં બંધ કરી ઉપર સમાજનુ તાળું મારી દીધું. 40 વર્ષ સુધી બન્ને વચ્ચે કોઇ સંપર્ક ન રહ્યો. માત્ર મૂંગી પ્રેમની લાગણીઓ રહી…
તેવામાં 40વર્ષો બાદ જિનના તેના પતિ સાથે છૂટાછેડા થયા . તે એકલી પડી ગઇ અને તેવામાં તેને પ્રેમી સ્ટીફનનું સરનામું મળ્યું. તે સ્ટીફનને મળવા શિકાગો ગઇ. સ્ટિફન હોસ્પીટલમા સારવાર લઈ રહયો હતો. બંન્ને પ્રેમીઓએ 40વર્ષો બાદ ઍકબીજાને જોયા. શબ્દો ન નીકળ્યા પરંતુ આંસુ સરી પડ્યા. જિન સ્ટીફનને પોતાના ઘરે લઈ આવી. સ્ટિફનને બ્રેઈન સ્ટ્રોક થતાં હાલ તે વ્હીલ ચેર પર છે. જિન કહે છે કે સ્ટિફન તેની આત્મા છે હાલ બન્ને સાથે જીવન ખુશીથી વ્યતીત કરી રહયા છે.
હાલના યુગના માત્ર શારીરિક આકર્ષણને પ્રેમ માનતા પ્રેમીઓને સમર્પિત….