ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે..આજે ચૂંટણીપંચની પ્રેસ-કોન્ફરન્સમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીપંચે આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. પ્રથમ તબક્કામાં અને બીજા તબક્કામાં કયા કયા જિલ્લાઓમાં મતદાન થશે આવો તેના પર એક નજર કરીએ.
મતદાનનો પહેલો તબક્કો 1 ડિસેમ્બર(વોટિંગ તારીખ )
કચ્છ,સુરેન્દ્રનગર,મોરબી ,રાજકોટ ,જામનગર,દ્વારકા ,પોરબંદર,જુનાગઢ ,ગીર સોમનાથ,ભાવનગર ,બોટાદ,નર્મદા ,ભરુચ ,સુરત ,તાપી,ડાંગ, નવસારી, વલસાડ
મતદાનનો બીજો તબક્કો 5 ડિસેમ્બર (વોટિંગ તારીખ )
બનાસ કાંઠા ,પાટણ,મહેસાણા,સાબરકાંઠા ,અરવલ્લી ,ગાંધીનગર,અમદાવાદ ,આનંદ ,ખેડા ,મહીસાગર ,પંચમહાલ,દાહોદ ,વડોદરા,છોટાઉદપુર
શું રહેશે શિડ્યુયલ
ચૂંટણી કાર્યક્રમ-2022 | પહેલો તબક્કો | બીજો તબક્કો |
ગેઝેટ નોટિફિકેશન | 5 નવેમ્બર | 10 નવેમ્બર |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 15 નવેમ્બર | 18 નવેમ્બર |
ફોર્મ પાછા ખેંચવાની તારીખ | 17 નવેમ્બર | 21 નવેમ્બર |
મતદાન તારીખ | 1 ડિસેમ્બર | 5 ડિસેમ્બર |
મતગણતરી | 8 ડિસેમ્બર | 8 ડિસેમ્બર |
સંદર્ભઃ ઇલેક્શન કમિશન, ભારત |