Published by : Rana Kajal
હવે મંત્રીઓ અને તેમનો સ્ટાફ પણ અદ્યતન કારોમાં ફરશે… ચાર વર્ષ બાદ સરકારે નવા વાહનોની ખરીદી અંગેની નીતિ જાહેર કરી હતી. હાલમાં સરકાર દરેક ક્ષેત્રમાં કરકસર કરવાની વાતો કરે છે ત્યારે સરકારની નવા વાહન ખરીદી કરવાની નીતિમાં કોઇ કરકસરના ધોરણો જણાતા નથી. બસ જલસા… કરવાની રીતીનીતિ જણાઈ રહી છે.. સાદી અને સસ્તી ગાડીઓને બાજુએ મુકી દેવામાં આવી છે… તો બીજી બાજુ હવે આપણા સાદાઈ અને સેવાની વાતો કરતા મંત્રીઓ હાઈબ્રિડ ઇનોવા, સેક્રેટરીઓને એલેંન્ટ્રા અને ડાયરેક્ટરોને ક્રેટા કાર ખરીદવાની છૂટ આપવામાં આવી છે. જુદી જુદી જનહિતની યોજનામાં સરકાર જ કરકસર કરવાની વાતો કરી રહીં છે ત્યારે મંત્રીઓ અને અન્યો માટે મોંઘીદાટ કારો ખરીદવાની પરવાનગી અંગે લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે… કોના બાપની દિવાળી