કરજણના ભાજપ ધારાસભ્ય અક્ષય પટેલની કારનો અકસ્માત થયો છે. અક્ષય પટેલની કાર વચ્ચે અચાનક નીલ ગાય આવી જતા અકસ્માત થયો છે. અક્ષય પટેલ સહિત કારમાં તેમના ડ્રાઈવર અને અન્ય વ્યક્તિઓ પણ સવાર હતા. ધારાસભ્ય અક્ષય પટેલ ગાંધીનગરથી વડોદરા જઈ રહ્યા હતા તે દરમિયાન આણંદ પાસે આ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે, અક્ષય પટેલને હાથમાં સામાન્ય ઈજા પહોંચી છે. જોકે, તેમની કારને ભારે નુકસાન પહોંચ્યું છે.
ધારાસભ્ય ગાંધીનગરથી વડોદરા જઇ રહ્યા હતા તે દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદથી નડિયાદ રોડ પર અચાનક નીલ ગાય રોડ પર આવી ગઇ હતી. જેના કારણે કાર ડ્રાઈવરનો સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવી દીધો હતો અને તેમની કાર ધડાકાભેર અથડાઈ હતી. જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે તેમની કારમાં ડ્રાઈવર, ધારાસભ્ય અક્ષય પટેલ સહિત ત્રણ લોકો સવાર હતા.