Published by : Rana Kajal
- સ્થાનિક માછીમારોના સહયોગથી મૃતદેહો બહાર કઢાયા
કરજણ ના ફતેપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં બે સગીર વયની યુવતીઓ ડુબી જતા તેઓના મોત નીપજ્યા છે. દુબનાર બંને સગી બહેનો છે.
કરજણ ના ફતેપુરા ગામના પ્રવિણભાઈ પટેલની બે સગીર વયની દીકરીઓની ફતેપુરા નર્મદા નદીમંથી લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. અંદાજિત 19 વર્ષીય ડિમ્પલ અને 17 વર્ષીય સિદ્ધિ ગઈકાલે બપોરથી બંને સગી બહેનો ગુમ હતી. ઘર કંકાસને લઈને બંને દીકરીઓ ને લાગી આવતા ઘર છોડી જતી રહી હોવાનું પ્રાથમિક તારણ છે. ત્યાર બાદ આજે બંનેના મૃતદેહ મળ્યા હતા. ફતેપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં માછી મારો એ બંને ગુમ થયેલી દીકરીઓ ની લાશ નર્મદા નદી માં જોતા ગામલોકોને જાણ કરાઈ હતી. કરજણ પોલીસને જાણ કરાતા તાત્કાલિક કરજણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને માછીમારોની મદદથી મૃતદેહ બહાર કઢાયા હતા. કરજણ પોલીસે બંને દીકરીઓની લાશને PM અર્થે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે