Published By : Patel Shital
- મૃતકોમાં 4 ભારતીયો…
ભારતનાં યુવાનોમાં અમેરિકા જવાની અને અમેરિકામાં સેટ થવાની એટલી ઘેલછા જણાઈ રહી છે કે જો કાયદેસર નહી તો ગેરકાયદેસર રીતે પણ અમેરિકામાં ઘુષણખોરી કરવા ઉત્સુક હોય છે. તેવામાં કેટલાક બનાવોમાં માનવીઓ જીવ પણ ગુમાવતા હોય છે. અમેરિકામાં ગેરકાયદે ઘુષણખોરી કરવાના પ્રયાસમાં લોરેન્સ નદીમાં ડૂબી જતા 8 લોકોના મોત થયા જેમાં 4 ભારતીયો પણ સામેલ છે જો કે આ સંખ્યા હજી વધી શકે છે. ક્વિબેકના એક વિસ્તારમાં પલટી ગયેલી બોટ નજીકથી 8 મૃતદેહો મળ્યા હતા, જ્યારે ગુમ થયેલ નવજાત બાળકની શોધ ચાલુ હોવાનું જાણવા મળેલ છે જો કે સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર ‘જે 8 લોકોના મૃતદેહ મળી આવ્યા છે તે બે પરિવારના હોવાનું માનવામાં આવે છે. એક રોમાનિયન મૂળનો છે અને બીજો ભારતીય મૂળનો પરિવાર છે. રોમાનિયન પરિવારનું માસૂમ બાળક હજુ સુધી મળ્યું નથી. નવજાત બાળકની શોધખોળ ચાલુ છે. એવું માનવામાં આવે છે કે તમામ મૃતકો કેનેડાથી ગેરકાયદેસર રીતે યુ.એસ.માં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મળી આવેલ બાળકનો મૃતદેહ એક રોમાનિયન પરિવારનો છે. અને તેની પાસેથી કેનેડિયન પાસપોર્ટ મળી આવ્યો હતો. હાલ મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.