Published by : Rana Kajal
કર્ણાટકના પશુપાલન અને પશુ ચિકિત્સા વિજ્ઞાન મંત્રી કે વેંકટેશે વિવાદ ઉભો કરતા જણાવ્યું હતું કે જો ભેંસ અને બળદની કતલ થઈ શકતી હોય તો ગાયની કતલ પણ થઈ શકે છે. મંત્રી વેંકટેશે એમ પણ જણાવ્યું હતુ કે ખેડુતો વૃદ્ધ ઢોરની જાળવણી અને મૃતક પશુઓના નિકાલ માટેની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અત્રે નોંધવું રહ્યું કે જ્યારે કર્ણાટકમાં ભાજપાની સરકાર હતી ત્યારે ગાયની કતલ કરનારા સામે ત્રણ થી સાત વર્ષની જેલની સજા અને 50 હજાર થી 5 લાખ રૂપિયાના દંડની આકરી સજા હતી. હવે સત્તા પરિવર્તન થતા અને કોંગ્રેસ સત્તા પર આવતા તેમજ મંત્રીના આવા નિવેદનના પગલે કર્ણાટકમાં ગૌ વંશની કતલ અંગેનાં કાયદામાં ફેરફાર થાય તેવી સંભાવના જણાઈ રહીં છે