મળતી માહિતી મુજબ જીપમાં સવાર તમામ મુસાફરો વાર્ષિક મેળામાં ભાગ લેવા માટે સાવદત્તીના રેણુકા-યલ્લમ્મા મંદિર જઈ રહ્યા હતા. રામદુર્ગ તાલુકાના ચિંચનુર ગામમાં વિઠ્ઠલ-રુકમાઈ મંદિર પાસે ડ્રાઈવરે જીપ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જીપ ઝાડ સાથે અથડાઈ હતી અને દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. જેમાં 6 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 16 અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે જણાવ્યું કે તમામ મુસાફરો રામદુર્ગ તાલુકાના હુલકુંડ ગામના રહેવાસી હતા અને માલસામાન વાહનમાં મુસાફરી કરી રહ્યા હતા.