Published by : Rana Kajal
- હવે દક્ષિણ ભારત ભાજપ મુક્ત…
કર્ણાટકમાં ભાજપની વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર થતા હવે ભાજપ માટે દક્ષિણ ભારતના દ્વાર બંધ થઈ ગયા છે. આ બાબત વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપ માટે ખતરાની ઘટી છે એમ કહી શકાય. દક્ષિણ ભારતના પાંચ મુખ્ય રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. અત્યાર સુધી દક્ષિણ ભારતમાં માત્ર કર્ણાટકમાં ભાજપની સરકાર હતી પરંતુ હવે કોંગ્રેસે સત્તા છીનવી લેતા દક્ષિણ ભારત ભાજપ મુક્ત બની ગયુ છે. તેથી હવે એમ કહેવાઈ રહ્યું છે કે વર્ષ 2024માં યોજાનાર લોકસભાની ચૂંટણી અંગે ભાજપ માટે ખતરાની ઘંટી વાગી ચુકી છે. તામિલનાડુમાં હાલ દ્રવિડ મુનેત્ર કઝગમની સરકાર છે જેનું નેતૃત્વ એમ કે સ્ટાલિન કરી રહ્યાં છે જ્યારે તેલંગાણામાં YSR કોંગ્રેસની સરકાર છે જેનું નેતૃત્વ જગન મોહન રેડ્ડી કરી રહ્યા છે જ્યારે કેરળમાં એલ ડીએફ ને સત્તા મળતા પિનરાઈ વિજયન મુખ્યમંત્રી છે