Published by : Rana Kajal
- કમલમમાં યોજાયેલ ભાજપના ધારાસભ્યોની બેઠક રદ….
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપે વર્ષ 2024 માં યોજાનાર લોકસભાની ચૂંટણી અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના એક ભાગ રૂપે આવનાર રવિવારે કમલમ ખાતે ભાજપના ધારાસભ્યો ની મહત્વની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતું કર્ણાટક ચૂંટણીના પરિણામો આવ્યા બાદ આ બેઠક રદ કરવામાં આવી છે.
હાલમાંજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર આવ્યાં હતા. એમ મનાઈ રહ્યું છે કે વર્ષ 2024 માં યોજાનાર ચૂંટણીની તૈયારી અંગે તેઓ મહત્વની સૂચનાઓ આપી ગયા હતા.આ સુચનાના અનુસંધાને ભાજપના 153 ધારાસભ્યોની મહત્વની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ બેઠક અંગે તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. પરંતું તેવામાં કર્ણાટકની ચૂંટણીના પરિણામો આવી જતા ભાજપે તેની મહત્વની કહી શકાય તેવી ધારાસભ્યોની બેઠક રદ કરી હતી. ભાજપના બેઠક રદ કરવાનો નિર્ણય સુચક છે તેમજ આ નિર્ણય અંગે પણ વિવિઘ ચર્ચાઓ થઈ રહી છે.