Published by : Rana Kajal
આ વર્ષ 2023 માં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગણા, મિઝોરમ એમ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. તેમાં પણ સૌથી પહેલા પૂર્વોત્તરના ત્રણ રાજ્યો નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયમાં ચૂંટણી યોજાશે. આમ લોકસભાની ચૂંટણી અગાઉ દેશમા રાજકીય ગતિવિધિઓ સતત જીવંત રહેશે એમ જણાઈ રહ્યું છે. વધુ વિગતે જોતા મિઝોરમ વિધાનસભાની મુદ્દત તા.17 ડિસેમ્બર 23માં પૂર્ણ થાય છે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી 3 જાન્યુઆરી 24, મધ્ય પ્રદેશ વિધાનસભાની મુદ્દત 6 જાન્યુઆરી 24, રાજસ્થાન વિધાનસભાની મુદ્દત 14 જાન્યુઆરી અને તેલંગાણા વિધાનસભાની મુદ્દત 16 જાન્યુઆરી 24 ના રોજ પુર્ણ થઈ રહી છે. ત્યારે ઍવી અટકળો પણ ચાલી રહી છે આ તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ ઍક સાથે યોજાય તેવી પણ શકયતા ઓ જણાઈ રહી છે. હાલમાં આવેલા કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોના પરિણામે કોંગ્રેસને રાજ્ય સભામાં પણ ફાયદો થવાની સંભાવના જણાઈ રહી છે. આગામી વર્ષ 2024 માં ખાલી પડનાર ચાર બેઠકો પૈકી 3 બેઠકો પર પોતાના ઉમેદવાર જીતાડવામાં કોંગ્રેસને ફાયદો થાય તેવી સંભાવના છે…