Home News Update Nation Update કર્ણાટક ભાજપના MLAના પુત્રના ઘરેથી 8 કરોડ કેશ પકડાઈ, લાંચ લેતા રંગે...

કર્ણાટક ભાજપના MLAના પુત્રના ઘરેથી 8 કરોડ કેશ પકડાઈ, લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો…

0

Published by : Vanshika Gor

એક દિવસ પહેલા લાંચ લેતા પકડાયેલા કર્ણાટક ભાજપના ધારાસભ્યના નૌકરશાહ દીકરાના ઘરે રેડ બાદ લગભગ 8 કરોડ રૂપિયાની રોકડ કબજે લેવાઇ છે. લોકાયુક્તની ભ્રષ્ટાચારવિરોધી શાખાએ ભાજપના ધારાસભ્ય મદલ વિરુપક્ષપ્પાના દીકરા પ્રશાંત મદલના ઘરે દરોડા પાડ્યા અને રોકડનો ખડકલો કબજે કરી લીધો હતો.

પિતા ભાજપના ધારાસભ્ય અને KSDLના ચેરમેન છે

મદલ વિરુપક્ષપ્પા રાજ્યની માલિકી હેઠળની કર્ણાટક સાબુ અને ડિટર્જન્ટ લિમિટેડ(KSDL)ના અધ્યક્ષ છે. તે પ્રસિદ્ધ મૈસુર સેન્ડલ સાબુ બનાવે છે. તેમનો દીકરો બેંગ્લુરુ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ(BWSSB)માં ચીફ એકાઉન્ટન્ટ છે.

લોકાયુક્તે એક દિવસ પહેલા લાંચ લેતા રંગેહાથ પકડ્યો હતો

લોકાયુક્તના અધિકારીઓએ ગુરુવારે ભાજપના ધારાસભ્ય એમ.વિરુપક્ષપ્પાના દીકરાને 40 લાખ રૂપિયાની લાંચ લેતા પકડી પાડ્યો હતો. લોકાયુક્ત અનુસાર પ્રશાંત કુમારની તેમના પિતાના બેંગ્લુરુના કાર્યાલય કર્ણાટક સોપ એન્ડ ડિટર્જન્ટ લિમિટેડ (KSDL)થી પકડવામાં આવ્યા હતા. અહીં તે લાંચ લઈ રહ્યા હતા. લોકાયુક્ત પોલીસ અનુસાર પ્રશાંતે લાંચ પેટે 80 લાખ રુ.ની માગ કરી હતી. સૂત્રોએ જણાવ્યું કે પ્રશાંત પાસેથી રોકડ ભરેલા ત્રણ બેગ મળી આવ્યા છે. તેને સાબુ અને ડિટર્જન્સ બનાવવા માટે જરૂરી રૉ મટીરિયલ ખરીદવાની ડીલ પેટે એક કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા પકડી પાડવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટરે આ મામલે લોકાયુક્તને ફરિયાદ કરી હતી જેના બાદ પ્રશાંતને રંગે હાથ પકડી પાડવામાં આવ્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version