વિલાયત જીઆઈડીસી ખાતે આવેલ કલર ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રા લિ ખાતે તારીખ ૦૪-૧૧-૨૦૨૨ના રોજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ પ્રાદેશિક કચેરી દ્વારા વિલાયત અને સાયખા જીઆઇડીસીના ઔદ્યોગિક એકમો માટે એક એન્વાયરમેન્ટ ક્લિનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એન્વાયરમેન્ટ ક્લિનિકમાં મોટી સંખ્યામાં ઉદ્યોગોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભરૂચ પ્રાદેશિક કચેરીના વડા પ્રાદેશિક અધિકારી શ્રીમતીમાર્ગીબેન પટેલ અને પર્યાવરણ ઈજનેર આર.આર.ગાયકવાડ દ્વારા ઉપસ્થિત ઉદ્યોગોના પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ એન્વાયરમેન્ટ ક્લિનિકનો મુખ્ય હેતુ ઉદ્યોગોને પર્યાવરણીય મંજૂરી લેવામાં લેવાના જરૂરી પગલાઓ તેમજ અરજી કરવામાં રાખવાની થતી સાવધાનીઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. વધુમાં ઉપસ્થિત ઉદ્યોગો દ્વારા તેમને અરજી અને ત્યારબાદની પ્રક્રિયામાં પડતી તકલીફો અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. . આ સાથે એન્વાયરમેન્ટ ક્લિનિકમાં જોખમી કચરાના વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ માટે જરૂરી માર્ગદર્શન પર્યાવરણ ઈજનેર દ્વારા આપવામાં આવ્યું હતું .
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-04-at-5.22.19-PM-1024x461.jpeg)
પ્રાદેશિક અધિકારી દ્વારા આવનાર શિયાળાની ઋતુમાં હવા પ્રદુષણ નિયંત્રણ રાખવા માટે લેવાની જરૂરી સાવધાની અને કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે વિલાયત એસોસીએસનના ઉપપ્રમુખ હરીશજોશી, માનદમંત્રી ડો. મહેશ વશી, , સાયખા એસોસીએસનના ઉપપ્રમુખ પ્રશાંત પટેલ અને માનદ મંત્રી સી.કે.જીયાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિલાયત અને સાયખાના ઉદ્યોગોના પ્રતિનિધિઓએ બાહેંધરી આપી હતી કે જેવી તેમના દ્વારા ઉદ્યોગ ચલાવવામાં પર્યાવરણીય અને સુરક્ષા માટે ખુબ જ ઊંચા માપદંડ અપનાવવામાં આવશે અને ખુબજ સારી કાળજી લેવામાં આવશે. કલર ટેક્સ કંપનીના કર્મચારીઓ દ્વારા આ આયોજનને સફળ બનાવવા મહેનત કરવામાં આવી હતી અને વિલાયત તેમજ સાયખા એસોસીએસન દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો હતો