ઋષિ દવે : બીજી મા સિનેમા
Published By : Aarti Machhi
વિશ્વ માતૃભાષા દિવસ, ૨૧મી ફેબ્રુઆરી ૫૧ બલિદાનોની કથા ‘અમર બલિદાન’ પુસ્તક પરથી બનેલી ગુજરાતી ફિલ્મ કસુંબો જોઈ.
વિજયગીરી બાબાએ કસુંબોની વાર્તા લખી, સ્ક્રીનપ્લે અને દિગ્દર્શક તરીકેની જવાબદારી સુપેરે નિભાવી છે. જશવંત ગંગાની અને પાર્થ તારપરાએ ગીત લખ્યા છે. સંગીત મેહુલ સુરતીનું છે. એડીટીંગ વિજયગીરી બાવા, આશિષ ઓઝા અને કનુ પ્રજાપતિએ કર્યું છે.
‘કસુંબો’ ફિલ્મનું કાળજુ કંપાવી દે એવું પાત્ર અલ્લાઉદ્દીન ખીલજી. કલાકાર દર્શન પંડ્યા. દર્શને અભિનયના અજવાળા આરંભથી અંત સુધી પાથર્યા છે. ભાષા પરનો કાબુ, અભિવ્યક્તિ અદભૂત છે.
- हरजानदार को मौत का मजा चखना है, तारीख आपको मौका दे रही है, अपना मझहब बदल दो, अपना वक्त बदल दो।
- एक पत्थर के लिए इतना मोह ?
- मेरा ख्वाब हिंद है, सिर्फ गुजरात नहीं |
- फिर तो आपकी आफत का नाम ही अलाउद्दीन खिलजी है।
- सुभानअल्लाह बेगम, रोशन के हाथो में सेवैया में इतनी मिठास है, के उसमे चीनी डालना ही भूल गई है यह पता भी नहीं चलता।
- ये पत्थर नहीं, अजूबा है, अपने आपमें नूर है, कोहिनूर।
- आज के बाद कभी भी मैं, शत्रुजय पर हमला करने की नहीं सोचूंगा, यह मेरी जबान है, परवरदिगार में गुनहेगार हु हो शके तो मुझे माफ़ करना |
‘કસુંબો’માં અલ્લાઉદીન ખીલજીની ભત્રીજી રોશન, અભિનેત્રી મોનલ ગજ્જર છે. એક હરણનો શિકાર કરવા પણછ પર તીર ચઢાવે છે. મુનિ મહારાજ એને અટકાવી ‘અહિંસા પરમો ધર્મ’નો સિદ્ધાંત સરળ રીતે સમજાવે છે. તેજ ક્ષણે રોશનમાં આમૂલ પરિવર્તન આવે છે, જે ફિલ્મના અંત સુધી મામુજાન અલ્લાઉદ્દીન ખીલજીને માનવ સંહાર કરતા વારંવાર ટોકે છે. રોશન અને ખીલજીની બેગમ ઝૂબેદા, અભિનેત્રી કોમલ ઠાકર, મોગલ સલ્તનતના પરિવારની સ્ત્રીઓની દુર્દશાને ચરિતાર્થ કરે છે. રોશન અને ઝુબેદાના અંગરક્ષક તરીકે અર્જુન, કલાકાર ચેતન ધાનાણી મજબૂરીથી ખીલજીની સેનામાં જોડાય છે, એના હૃદયમાં માં ખોડલ ધબકે છે. અને રોશનના દિલમાં અર્જુન વસે છે. ત્યારે રોશન કહે છે.
मैने मोहब्बत करते वक्त इजाजत नहीं मांगी थी |
આદિપૂર ગામના મુખ્યા દાદુ બારોટ. અભિનેતા ધર્મેન્દ્ર ગોહિલને લાખ લાખ અભિનંદન. જોશ, જુસ્સો, ગગનભેદી ગર્જના, ગામની મા-દીકરીઓ માટે પિતાતુલ્ય વડલાનો છાંયડો.
દાદુ બારોટના સંવાદ :
ઈશ્વરને ખંડન અને સર્જનમાં કાંઈ હરખ શોક નથી પણ જ્યારે માણસની આસ્થા ભાંગીને ભોંય ભેગી થઈ જાયને ત્યારે છાતી ફાટ ફાટ બેહી જાય.
શ્રી સૂરીશ્વર મહારાજને કહેજો કે અમેય ડેરાને ઉની આંચ આવવા નહીં દઈએ.
અમારું તમને વચન છે.
કેસરિયા કરવાનો વખત આવી ગયો છે.
મારી વીરપુત્રીઓ આ કેસરિયા કરવાની ઘડી છે, માં વ્હાલડાઓ સરખાપુરીના દ્વારે મળીશુંને કસુંબા કરીશું. ખમકોરે ઘોડા સહાય છે.
આ સમયને તમે નહિં સાચવો તો આવનારો સમય તમને નહિં સાચવે.
દીકરી દેવતાનો પ્રસાદ છે.
કસુંબોમાં અમર, અભિનેતા રોનક કામદાર અને સુજન, અભિનેત્રી શ્રદ્ધા ડાંગર વચ્ચે પ્રેમ પ્રાંગરે. એમાં આડખીલી રૂપે નાગરાજ, અભિનેતા જગજીતસિંહ વાધેર લુખ્ખી દાદાગીરી કરે અને ક્યારે અમરને પાડી સુજનનું દિલ જીતુ એની પેરવી કરે. નાગરાજનો પણ અલગ જ માથાફરેલ મિજાજ છે, જેમાં પોપટ, કલાકાર ભાર્ગવ પરમાર બળતામાં ઘી રેડતો જાય ને બે ઘડી હસાવતો જાય. પોપટ તો ખાલી બોલે સીતારામ.
‘કસુંબો’માં મીઠીબા, અભિનેત્રી કલ્પના ગર્ગેકર. અમરની બા સ્વભાવે ઠરેલ. જેના લોહીમાં વીરતા વહે, જે શૂરાતન ચઢાવતા બોલે :
રણભૂમિમાં જે સામે છાતીએ બરોબરનો ઘા ન ઝીલેને તો મારા અખોવના કુંખમાં ધૂળ પડશે.
કસુંબોમા અમર અને સુજનની લગ્નની વિધિ અને રીતરિવાજોનું નિરૂપણ કુતુહલ સર્જે તેવા છે.
‘કસુંબો’ ફિલ્મના ત્રણ દ્રશ્યો કાળજું કંપાવનારા છે.
પહેલું દ્રશ્ય :
જે ધર્મ પરિવર્તનની ના પાડે એમને જમીનમાં દાટી દઈ, માત્ર ડોકુ જમીનની બહાર રાખી ગામની વચ્ચોવચ એમના પરિવાર અને લોકટોળાની સામે એમની ઉપર બે ઘોડાની સાથે દોરડાથી બાંધેલી પથ્થરની મોટી શીલાને ફેરવી દેવાની જેથી એમની ખોપરી છુંદો થઈ જાય. અલ્લાહનું નામ વટાવી આ રીતે દહેશત ફેલાવવાની ક્રૂરતા ખીલજીમાં ખૂંપી ખૂંપીને ભરેલી હતી.
બીજું દ્રશ્ય :
પૂજારી (રાગીજાની)ના છોકરા (પ્રશાંત મેવાડા)ને દોરડાથી બાંધી ગળુ તલવારથી વાઢી નાખ્યું. એની પત્નીના દેખતાં ,પત્નીએ શ્રાપ આપ્યો : તારો અલ્લાહ તને કદીય માફ નહીં કરે. આ સમયે ખીલજી પુજારીને કડકાઇથી પૂછે છે ક્યાં છે તારો ઈશ્વર ? પૂજારી કહે છે, મોટો થઈને તારા જેવાનો ગુલામ બને એના કરતા એનો જીવ ગયો એ સનાતનનું સૌભાગ્ય છે.
ત્રીજા દ્રશ્યને ફિલ્મના પડદે જોશો તો જ કસુંબો જોવાનું યાદગાર બનશે. માટે વહેલી તકે આપના પરિવાર મિત્ર મંડળ સહ ટિકિટ બુક કરાવો.
‘કસુંબો’ શત્રુજય પર્વતમાળા, ત્યાંના ડેરા એની કોતરણી, હીરામોતી, સોના ચાંદીના ભંડાર એના રખેવાળ, રક્ષક અને કુદરતી સૌંદર્યથી આચ્છાદિત આદિપુર ભયો ભયો. એકવાર જરૂરથી એના દર્શને જઇ પાવન થજો. જય ખોડલ માં.