Published By:-Bhavika Sasiya
ટ્રાફિક પોલીસ નૉ કડક કાયદો હોવા છતા બાઈક ચાલકો હેલ્મેટ ધારણ કરતા નથી ત્યારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં કાગડાઓએ એવો આતંક મચાવ્યો કે બાઈક ચાલકો હેલ્મેટ ધારણ કરવા મજબુર થઇ ગયા છે.
છેલ્લા એક અઠવાડિયાથી આ વિફરેલા કાગડા રાહદારીઓને માથામાં ચાંચ મારી ઈજાગ્રસ્ત કરી રહ્યો છે.
આવા કાગડાઓ ની એરસ્ટ્રાઈકથી અત્યાર સુધી 500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળેલ છે.
કાગડાઓ ની એરસ્ટ્રાઈકથી અત્યાર સુધી 500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિય લોકોના જણાવ્યા અનુસાર કાગડાઓ ના અટેકના ડરે લોકો આ વિસ્તારમાંથી પ્રસાર થતી વખતે બીકના માર્યા હેલ્મેટ પહેરવા પર મજબૂર બન્યા છે. કાગડાના આ વર્તન અંગે સ્થાનિક લોકોનું કહેવું છે કે થોડા દિવસો પહેલા આ કાગડાએ ચાર રસ્તા પરના એક ઝાડ પર ઈંડા મુક્યા હતા. પરંતુ આ ઈંડા નીચે પડી જવાને કારણે કાગડા ઓ વિફર્યા છે અને રસ્તે આવન-જાવન કરતા દરેક રાહદારીઓને ચાચમારી ઈજાગ્રસ્ત કરી રહ્યા છે.