Published by : Rana Kajal
ગુજરાત રાજયમાં કાતીલ ઠંડીના દિવસો ગયા હોવાનુ હવામાન વિભાગ જણાવી રહ્યુ છે કદાચ એકાદ ઠંડીનો ચમકારો આવે પરંતું હવે ધીમે ધીમે ગરમીનો પ્રકોપ શરૂ થઈ જશે એવી આગાહી કરાઈ રહી છે.
હાલના દિવસોમાં છેલ્લા સાત દિવસો દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. આગામી 10 દિવસ રાજ્યમાં ડબલ સિઝનનો માહોલ રહ્યાં બાદ 17 ફેબ્રુઆરી બાદ પારો ગરમીનો પારો 38 ડિગ્રી પાર કરી શકે છે., માર્ચ મહિનામાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચવાની શક્યતા હોવાથી આ વર્ષે ઉનાળામાં માથું ફાડી નાંખે તેવી અસહ્ય ગરમી માટે લોકોએ ગુજરાતમાં લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે. તેમજ એપ્રિલ-મે દરમિયાન પારો 44થી 45 ડિગ્રી પહોંચી શકે છે, જેથી મે મહિનામાં સૌથી વધુ લુ વાળા પવનો ફુંકાશે. ઍવી આગાહી પણ કરવામા આવી રહી છે. હિમાલયમાં સક્રીય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. પરંતુ, આગામી 10 દિવસ સુધી શહેરમાં મોડી રાતથી વહેલી સવાર ઠંડક અને બપોર દરમિયાન ગરમી જેવી ડબલ સિઝન રહેશે.