Published By : Parul Patel
આજકાલ ઈયર ફોન અને હેડફોનનો ઉપયોગ ખુબ વધી ગયો છે ત્યારે વધુ પડતા ઈયર ફોન અને હેડ ફોન નો ઉપયોગ કાનને નુકશાન કરી શકે છે.
ઈયરફોન કે હેડફોનનો વધુ ઉપયોગ કરવો કાન માટે અત્યંત જોખમી છે. કલાકો સુધી ઈયરફોન કે હેડફોન ઊંચા અવાજે સાંભળવાથી પણ સાંભળવાની ક્ષમતા ઘટી શકે છે. માર્કેટમાં ઘણા પ્રકારના ઈયરફોન અને હેડફોન ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરે છે. ઘણા લોકો માને છે કે હેડફોનનો ઉપયોગ કરવાથી કાનને ઓછું નુકસાન થાય છે, જ્યારે કેટલાક લોકો કાન માટે ઈયરફોનને વધુ સુરક્ષિત માને છે.
ઇએનટી (ENT) નિષ્ણાતોના જણાવ્યા મુજબ જ્યારે કાનની અંદર પહેરવામાં આવેલા ઇયરફોન અને કાનમાં પહેરવામાં આવતા હેડફોન પસંદ કરવાની વાત આવે છે, તો હેડફોન વધુ સારો વિકલ્પ હશે. ઇયરફોન ઇયર કેનાલને સીધી અસર કરે છે. જ્યારે ઈયરફોનને ઈયર કેનાલની અંદર નાખવામાં આવે છે, ત્યારે તે ઈયરવેક્સને કાનની અંદર ઊંડે સુધી ધકેલી શકે છે, જેના કારણે કાનમાં અવરોધ ઊભો થાય છે. ઈયરફોન આપણા ઈયર ડ્રમ પર સીધી અસર કરે છે. આવી સ્થિતિમાં વધુ અવાજમાં ઈયરફોનનો ઉપયોગ કરવાથી કાનને ઘણું નુકસાન થઈ શકે છે. ઇયરફોન કાનને સંપૂર્ણપણે બંધ કરી દે છે, તે ભેજને ફસાવે છે, જેનાથી કાનના ચેપનું જોખમ પણ વધી જાય છે. ઇયરફોનનો વારંવાર અને લાંબા સમય સુધી ઉપયોગ નોઈન ઇન્ડયૂસ્ડ હિયરિંગ લોસ (NIHL)નું જોખમ વધારે છે. શહેરોમાં અવાજનું સ્તર પહેલેથી જ WHO મર્યાદાથી ઉપર છે, જેના કારણે લાંબા સમય સુધી ઇયરફોનનો ઉપયોગ જોખમી સાબિત થઇ શકે છે. જો ક્યારેક-ક્યારેક થોડા સમય માટે ઈયરફોનનો ઉપયોગ કરો છો તો ઠીક છે, પરંતુ જો તમે મીટિંગ, લેક્ચર કે મ્યુઝિક માટે ઈયરફોનનો લાંબા સમય સુધી ઉપયોગ કરો છો તો હેડફોન વધુ સારું છે.
લોકો ઇયરફોન અને હેડફોનનો ઉપયોગ ઓછો કરે અથવા તો વધુમાં વધુ 60 ટકાથી ઓછા વોલ્યુમે ઉપયોગ કરે. તે જરૂરી છે…