Published by : Rana Kajal
આઈસ ગોલા, ઠંડુ પાણી પીવાથી નસો સંકોચાઈ જતાં પેટના ઇન્ફેક્શનની શકયતા વઘે છે. હાલ કાળઝાળ ગરમી વરસી રહી છે. ત્યારે આ દિવસોમા લૂ લાગવાની શક્યતા પણ વધી જાય છે તેવા સમયે વધુને વધુ સાદુ પાણી પીવાની સલાહ તબીબો આપી રહ્યાં છે… માનવીનું શરીર 20થી 45 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકે છે. ત્યારે આ દિવસોમા આકરી ગરમીના કારણે શરીરનું પાણી ઘટી ન જાય અને ડી હાઈડ્રેશન ની શક્યતા વધી જાય છે. દર્દી બેભાન થઇ જાવ અને તેનુ મોત પણ થઈ શકે છે તેવા સમયે વધુ ને વધુ સાદુ પાણી પીને શરીરમાં પાણીનું લેવલ ખાસ જાળવી રાખવું જોઇએ. વધુમાં આ ગરમીના દિવસોમા ઍક સાથે વધુ પાણી પીવાથી હાર્ટની સમસ્યા થઈ શકે છે તેમજ કેફીન યુક્ત કે ઠંડા પીણાં કે ગ્લુકોઝ જેવા પીણાં ન પીવા જોઈએ તેમાં સુગરની માત્રા વધુ હોવાથી તરસ વધુ લાગે છે. તેના સ્થાને નારિયેળ પાણી, કેરીનો બાફલો કે ફ્રૂટ જ્યુસ પીવાની સલાહ તબીબો આપી રહ્યાં છે. એટલું જ નહિ પરંતુ ગરમીમાંથી આવ્યા બાદ તરત એકદમ ઠંડા પાણીથી સ્નાન કરવાથી નસો સંકોચાઈ જાય છે તેના સ્થાને સાદા પાણીથી સ્નાન કરવુ જોઇએ. એમ તબીબો જણાવી રહ્યા છે