કાશ્મીરના પહલગામમાં 39 જવાનોને લઈને જતી બસ નદીમાં પડી છે. તેમાં 7થી વધારે જવાનોના મોત થયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દુર્ઘટના બ્રેક ફેલ થવાના કારણે થઈ છે. જવાન ચંદનવાડીથી પહલગામ જતા હતા. આ દરેક જવાન અમરનાથ યાત્રાની ડ્યૂટીમાં તહેનાત હતા. બસમાં 37 જવાન ભારત-તિબ્બટ સીમા પોલીસ બળના હતા અને બાકીના 2 જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. આ દુર્ઘટનામાં ઘણાં જવાન ઘાયલ થયા છે. તેમને એરલિફ્ટ કરી શ્રીનગર આર્મી હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

ચંદનવાડી પહલગામથી 16 કિમી દૂર છે. તાજેતરમાં જ અમરનાથ યાત્રા પૂરી થઈ છે. આ યાત્રામાં તહેનાત સેનાના જવાન તેમની ટૂકડીઓમાં પરત આવતા હતા. તે સમયે જ બ્રેક ફેલ થવાના કારણે બસ ખાઈમાં પડી હતી.
પહલગામ SDPO ફહદ ટાકે જણાવ્યું છે કે, 3થી 4 કર્મચારીઓના ઘટના સ્થળે જ મોત થઈ ગયા છે. અન્ય કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ છે.