Publised by : Anu Shukla
- ચિત્તાઓનું અભ્યારણ કહેવાય છે કુનો નેશનલ પાર્ક
કુનો નેશનલ પાર્કમા દેશી અને વિદેશી પર્યટકોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે અને એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે જો ચિત્તાઓને ખુલ્લા જંગલમાં છોડી દેવામાં આવશે તો કુનો નેશનલ પાર્ક એ દેશનું પહેલું એવું નેશનલ પાર્ક બની રહેવા પામશે જ્યાં ચિત્તાઓને ખુલ્લામાં હરતા-ફરતા લોકો જોઈ શકશે. અને અહિયાં આવનારા યાત્રીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થશે.
નવા વર્ષમાં ચિત્તાઓને જોવાનું પર્યટકો માટે સહેલું બનશે. ગત 17 ડિસેમ્બરે નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને શોપુરના કુનો નેશનલ પાર્કમાં આગામી ફેબ્રુઆરીથી જંગલમાં ખુલ્લા મૂકી દેવામાં આવશે. નામીબિયાથી લવાયેલા 8 ચિત્તાઓમાં 3 નર અને 5 માદા છે તે બધા ભારતના ક્લાઈમેટમાં સેટ થઈ ગયા છે, હાલ પાર્કની તૈયારીઓ તેના અંતિમ ચરણમાં છે
આગામી ફેબ્રુઆરી મહિનાથી તેમને મોટી જગ્યામાં ખુલ્લા મુકવામાં આવશે તે ધ્યાનમાં રાખીને બધી તૈયારીઓ શરું કરી દેવાઈ છે અને ટુરિસ્ટ માટે પાર્ક ખુલ્લો મુકવાની તૈયારીઓ પણ શરુ કરી દેવાઈ છે. હાલ ભલે ટુરિસ્ટો ચિત્તા ને જોઈ શકતા નથી પરંતુ જ્યારથી ચિત્તોઓને પાર્કમાં લાવવામાં આવ્યા છે ત્યારથી નેશનલ પાર્કમાં વિઝીટરોની સંખ્યામાં વધારો નોધાયો છે તેમ પાર્કના પ્રબંધકોએ જણાવ્યું હતું.
ડિસેમ્બરમાં વિદેશી ટુરિસ્ટની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે અને પાર્કના આયોજકો એવી આશા રાખી રહ્યા છે કે ચિત્તાને ખુલ્લામાં છોડવામાં આવશે તો આવું કરનાર કુનો નેશનલ પાર્ક એ દેશનું પહેલું નેશનલ પાર્ક બની રહેશે જ્યાં ચિત્તાને પર્યટકો જોઈ શકશે અને તેમની સંખ્યામાં પણ વધારો થશે.