- પક્ષીઓને નુકશાન રહિત પકડવા સહિતની માહિતી અપાઈ
- પક્ષીઓના જતન માટેની જીવંત પ્રક્રિયા રજૂ કરી સચોટ પ્રશિક્ષણ અપાયું
કૃષિ મહાવિદ્યાલય ભરૂચ અને બર્ડ રેશ્કયુ ટીમ ભરૂચ સંસ્થાના સંયુક્ત સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.
કૃષિ મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિર્ટી, ભરુચ તેમજ બર્ડ રીસ્ક્યુ ભરૂચ સંસ્થા સંયુક્ત ઉપક્રમે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ જીનેટીક્ષ વિભાગના વડા ડો.એસ.આર.પટેલે પક્ષી જગત માટે હદયમાં અપાર પ્રેમ, કરુણા, દયા ભાવના અને અસીમ સહાનુભૂતિ હોય તો જ આવા ઉમદા કાર્યો, નિ:શુલ્ક સેવાભાવે કરી શકાય તેમ જણાવતા પક્ષી બચાવોની ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલા ટીમના સર્વે સદસ્યોની સરાહના કરી હતી.
પક્ષીઓના જતન માટે જીવંત પ્રક્રિયા રજૂ કરી પ્રશિક્ષણ અપાયું
બર્ડ રીસ્ક્યુયર ભરુચના સહ-નેતૃત્વકર્તા, મૃગેશભાઇ શાહ પોતે પક્ષી લાવ્યા હતા, અને તે દ્વારા પક્ષીઓને કેવી રીતે નુકશાન રહિત પકડવા, તેનું સંચાલન કરવું, જતન કરવું તેની જીવંત પ્રક્રિયા રજૂ કરી, તેનું સચોટ પ્રશિક્ષણ આપ્યું હતું. ડો.દિપાબેન હીરેમઠ,કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, મદદનીશ પ્રાધ્યાપકએ સ્વાગત પ્રવચન થકી સેમીનારમાં પધારેલા સર્વે, મહાનુંભાવો, મહેમાન, સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓનું સ્વાગત કર્યુ હતું.
પક્ષી બચાવો અભિયાન અંતર્ગત સુંદર વકતવ્ય પ્રેઝેન્ટેશન દ્વારા અપાયું
બર્ડ રીસ્ક્યુયર ભરુચ સંસ્થાના મુખ્ય નેતૃત્વકર્તા, આકાશભાઇ પટેલએ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત સુંદર વકતવ્ય પ્રેઝેન્ટેશન દ્વારા આપી, સદર સેમીનારનો ધ્યેય, તેની અગત્યતા અને તેના માટે માનવીય જીવનના આદર્શોની સવિસ્તૃત છણાવટ કરી હતી. તેમજ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને સદર કામગીરીમાં સ્વૈચ્છિક રીતે જોડાવા માટે સૂચિત કર્યા, જેથી વધુમાં વધુ બર્ડ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી શકાય છે. બર્ડ રીસ્ક્યુ ભરુચના નેતૃત્વકર્તા અને વોલ્યુન્ટીયર્સ કૃષિ મહાવિદ્યાલય, પોલીટેકનીક ઇન એગ્રીકલ્ચર, એન.એ.આર.પી. ફાર્મ તથા વિભાગીય કપાસ સંશોધન કેન્દ્ર, ભરુચના તમામ અધ્યાપકગણ અને કૃષિ સંશોધનકારો હાજર રહ્યા હતા.