Published by : Rana Kajal
- નેત્રંગ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ધોલી ગામ ખાતે મગ પાક અંતર્ગત ક્ષેત્ર દિવસની ઉજવણી કરવામાં આવી…
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અવનવી યોજનાઓ, નવીનતમ ટેકનોલોજી અને માર્ગદર્શન આપતી વિવિધ શિબિર અને સેમિનારનું અવનવર આયોજન કરાય છે ત્યારે ઝગડિયા તાલુકાના ધોલી ગામ ખાતે આદિવાસી ખેડૂતોને મગની નવી જાત ગુજરાત મગ-૭ અંતર્ગત બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ક્ષેત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં કૃષિ વૈજ્ઞાનિક લલિત પાટિલ દ્વારા વિવિધ જાતની નવી ખેતી પધ્ધતી અંગે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી અને મગના પાકમાં આવતા પીળીયા રોગ સામે કેવી રીતે રક્ષણ મેળવવું સહીત વધુ ઉત્પાદન માટે વિગતવાર માર્ગ દર્શન આપ્યું હતું , જયારે કેવી કે નાં વરીષ્ઠ વૈજ્ઞાનિક અને વડા મહેન્દ્ર પટેલ દ્વારા ક્ષેત્ર દિવસ અંતર્ગત કેવી કે દ્વારા ચાલતી વિવિધ ખેતીલક્ષી પ્રવ્રુતિઓ અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. સદર કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સભ્યો તથા મોટી સંખ્યામાં ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતા.