ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા નેતાઓના પ્રવાસ વધી રહ્યા છે, ત્યારે હવે AAP પણ મેદાનમાં ઉતરી છે.એક મહિનામાં અરવિંદ કેજરીવાલની આ ચોથી મુલાકાત છે.
લ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના વેરાવળમાં એક જાહેર સભાને સંબોધશે અને મંદિરની મુલાકાત લેશે. પાર્ટીના એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. એક અઠવાડિયામાં અરવિંદ કેજરીવાલની ગુજરાતની આ બીજી મુલાકાત હશે, જ્યારે એક મહિનામાં રાજ્યની ચોથી મુલાકાત છે. આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટના જનરલ સેક્રેટરી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે કેજરીવાલ સૌરાષ્ટ્રમાં એક જાહેર સભાને સંબોધશે અને રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કરશે.
ગુજરાતની જનતા માટે આજે બીજો ગેરન્ટી પ્લાન : કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે આજે ટ્વિટ કરીને કહ્યું કે, ‘આજે ગુજરાત જઈ રહ્યો છું. ગુજરાતની જનતા માટે આજે બીજો ગેરન્ટી પ્લાન. અરવિંદ કેજરીવાલ બપોરે 1 વાગ્યે પોરબંદર એરપોર્ટ પહોંચશે. ત્યાંથી તેઓ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ જવા રવાના થશે.’ સોરઠીયાએ જણાવ્યું હતું કે AAP વડા વેરાવળના KCC ગ્રાઉન્ડ ખાતે બપોરે 3 વાગ્યે જાહેર સભાને સંબોધશે અને આગામી ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કરશે.
કેજરીવાલની 300 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત
આ પહેલા સુરત આવેલા કેજરીવાલે કહ્યું હતું કે તમે રાજ્યમાં AAPની સરકાર બનાવો, અમે 300 યુનિટ વીજળી મફત આપીશું. જાહેર સંબોધનમાં કેજરીવાલે કહ્યું હતું કે, અમે સાચા અને શિષ્ટ લોકો છીએ, અમને રાજકારણ નથી આવડતું. અમે વીજળી પર ગેરંટી આપી રહ્યા છીએ, સરકાર બન્યાના ત્રણ મહિનામાં અમે વીજળી ફ્રી કરી દઈશું. AAP કન્વીનરે અહીં કહ્યું હતું કે વિશ્વના ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાતમાં 24 કલાક વીજળી આપવામાં આવશે. સાથે જ દિલ્હીના મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે 31 ડિસેમ્બર 2021 પહેલાના તમામ બિલ માફ કરવામાં આવશે.