- વધૂ મોબાઇલ ચોરાયા હોય તેવી સંભાવના…. આમ જનતા પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ની રેલીમાં મોબાઇલ ચોરોએ તરખાટ મચાવ્યો હોય તેવી ચોકાવનારી વિગતો બહાર આવી રહી છે…
આમ જનતા પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ની રેલીમાં મોબાઇલ ફોન ચોરાયા હોવાની ઘટના બની હતી.CM નગર નિગમની ચૂંટણીને લઈને રેલી યોજવામાં આવી હતી જેમાં મોબાઇલ ફોન ચોરાયા હતાં દિલ્હીમાં MCDની ચૂંટણીને લઈને AAP નેતા સતત ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. CM અરવિંદ કેજરીવાલે ઘણા વિસ્તારમાં રોડ શો કર્યો હતાં જે દરમિયાન 20 જેટલા નેતાઓના મોબાઈલ ચોરાયા હોવાની વિગતો બહાર આવી રહી છે જે.ઘટના અંગે પોલીસ FIR નોંધવામાં આવી છે.
વાસ્તવમાં આ ઘટના તે સમયે ઘટી જ્યારે મલકા ગંજ વિસ્તારમાં CM અરવિંદ કેજરીવાલ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. તેમની સાથે AAPના ઘણા ધારાસભ્ય અને નેતાઓ હાજર હતા. આપની રેલી દરમિયાન ચોરોએ કેટલાક નેતાઓનાં મોબાઈલની ચોરી કરી હતી. જે અંગે ઉત્તરી જિલ્લાના ડેપ્યુટી કમિશનર સાગર સિંહ કલ્શીએ કહ્યું કે CM કેજરીવાલની રેલીમાં ઘણા નેતાઓના મોબાઈલ ચોરી થયાની ફરિયાદ મળી છે. ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠી, આપ નેતા ગુડ્ડી દેવી અને ધારાસભ્ય સોમનાથ ભારતીના સચિવ દ્વારા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા હોવાનુ જાણવા મળેલ છે.