- વડોદરા ખાતે કેન્દ્રિય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે ગણેશજીના દર્શન કર્યા
કેન્દ્રિય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ વડોદરાના વિવિધ ગણતપતિ મંડળોની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કેજરીવાલ અને ટોળકી અર્બન નક્સલીઓનું ટોળું છે. ગુજરાતની પ્રજાની સમજદારી ઉંચી છે. જે આ લોકોને ડિસેમ્બરમાં ખબર પડી જશે. આમ કેન્દ્રિય મંત્રીના નિવેદનને કારણે રાજકારણમાં ગરમાયું છે.
![](http://narmadanews.co.in/wp-content/uploads/2022/09/vlcsnap-2022-09-04-13h06m42s55.png)
રાજ્યમાં ચૂંટણીનું વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે તાજેતરમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે હતા. આજે કેન્દ્રિય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ વડોદરાની મુલાકાતે છે.દરમિયાન તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, સમગ્ર ભારતીયોને ગૌરવ થાય તેવો આઇએમએફનો રિપોર્ટ છે. જ્યારે સમગ્ર વિશ્વના વિકસીત દેશો મંદી તરફ જઇ રહ્યા છે. ત્યારે 13.5 ના ગ્રોથ રેટ સાથે ભારત વિકસીત થઇ રહ્યું છે. આઝાદીના 75 વર્ષે લોકોએ ગર્વ લેવા જેવી વાત છે. ભારતમાં એવા નેતા છે જેની દિર્ઘદ્રષ્ટિના કારણે કોરોના મહામારી બાદ પણ દેશને પ્રગતિના પથ પર લાવ્યા. આપણા પર 200 વર્ષ રાજ કરનારાઓને પાછળ પાડીને આપણે વિશ્વની 5 મી અર્થ વ્યવસ્થા બન્યા છીએ. અમેરીકા, ચાઇના, જાપાન, જર્મની, બાદ હવે ભારતની અર્થ વ્યવસ્થા છે.
વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, કેજરીવાલ અને ટોળકી અર્બન નક્સલીઓનું ટોળું છે.જે મેઘા પાટકરએ નર્મદા વિરોધી આંદોલન કર્યા હતા.આદિવાસીઓને છેતર્યા હતા.ભયંકર પરિકલ્પનાઓ કરી હતી,આજે તે આદિવાસી સુખી થયો છે. તે આદિવાસી વિસ્તારોમાં લોકો પોતાનો વ્યસાય ધરાવે છે, બાઇક ધરાવે છે. 56 ટકા લોકોના ઘર પાકા છે. નર્મદા વિશે ગપગોળા કરનારાઓની મંડળી ગુજરાતમાં આવી છે. તેઓ ગુજરાત વિરોધી માનસીકતા ધરાવે છે. ગુજરાતની પ્રજાની સમજદારી ઉંચી છે. જે આ લોકોને ડિસેમ્બરમાં ખબર પડી જશે.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા )