Published By : Patel Shital
- તબીબી વિજ્ઞાન ખુબ પ્રગતિ કરી રહ્યું છે તેમ છતાં હજી ઘણી બિમારીઓ સંપુર્ણ મટી શકતી નથી…
તબીબી વિજ્ઞાન ખુબ ઝડપથી વિકસી રહ્યું છે. મૃત માનવીના અંગો જીવીત માનવીમાં પ્રત્યારોપણ સફળતા સાથે કરી શકે તેવી આધુનિક તબીબી સિધ્ધિઓ વચ્ચે આજે પણ કેટલીક બિમારીઓ એવી છે . જેના દર્દીઓ સંપુર્ણ રીતે રોગ મુક્ત થઈ શક્યા નથી. હા, દવાથી રાહત મળે છે ખરી. આવી બિમારીઓમાં પહેલા ક્રમે છે.

૧. અસ્થમા
આજે આ પ્રદૂષિત વાતાવરણમાં તમને અસ્થમાના દર્દી તમારી આસપાસ જોવા મળશે. ઘણા પરિવારમાં જ અસ્થમાના એક દર્દી હોય છે. જ્યારે શ્વાસની નળીઓમાં બળતરા, નળીઓ સુકાઇ જાય અથવા તેમાં સોજો આવે તેવી સ્થિતિમાં વ્યક્તિને અસ્થમાની બિમારી થાય છે. જો કોઇ વ્યક્તિને આ બિમારી છે તો તેનામાં લાડ વધુ બને છે અને તેને શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવાય છે. ત્યાં જ તે રોજબરોજના કામ કરવામાં ઘણી તકલીફ પડે છે. ઘણી વખત આ બિમારીમાં જાનલેવા હુમલો થાય છે. અમુક દવાઓ અને ટ્રીટમેન્ટથી આ બિમારીને રોકી શકાય છે. પરંતુ સંપૂર્ણ રીતે ઠીક કરી શકાતું નથી.

૨. અલ્જાઇમર
આ એક એવી બિમારી છે. જે બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. સામાન્ય રીતે આ બિમારી વૃદ્ધોમાં જોવા મળે છે. અલ્જાઇમર એટલે ભૂલવાની બિમારી. આ બિમારી જે વ્યક્તિને થાય છે તે પોતાની જીંદગીમાં ઘણી વસ્તુઓને ભૂલવા લાગે છે. ધીમે ધીમે તેની યાદશક્તિ પણ નબળી થતી જાય છે. આ બિમારીના દર્દી 60 વર્ષથી વધુ ઉંમરના હોય છે. આ બિમારીનો સંપુર્ણ ઈલાજ હજી શોધાયો નથી. આ બિમારી વ્યક્તિના બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે થાય છે.

૩. સંધિવા ….
સંધિવા થવાનો રોગ ભારત જેવા દેશોમાં સામાન્ય છે. આ બિમારી પગના હાડકામાં સોજો આવવાના કારણે થાય છે. જે વ્યક્તિને આ બિમારી હોય છે તેને શરીરમાં દુખાવો અને ચુસ્તતાની સમસ્યા રહે છે. આ બિમારીની સૌથી ખરાબ વાત એ છે કે આ બિમારી ઉંમર વધવાની સાથે વધુ ગંભીર થવા લાગે છે. સંધિવાના અનેક પ્રકાર હોય છે. જો કે આ રોગનો કોઇપણ પ્રકારનો ઇલાજ આધુનિક વિજ્ઞાન પાસે નથી, તેને મૂળથી ખતમ કરી શકાતો નથી.