- વારંવાર ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અંગેની વાતો કરવામા આવે છે. પરંતું આ વાતો અને દાવાઓ તદ્દન પોકળ પુરવાર થયા છે…
- ગુજરાત રાજ્યના ખેડૂત પરિવારો પર સરેરાશ રૂ 56,568 દેવું, તેની સામે માસિક આવક માત્ર 12,631 રૂપિયા!
હાલમા જ રાજ્યસભામાં ખેડૂત પરિવારોની આર્થિક સ્થિતિ અંગે પૂછાયેલા પ્રશ્ન અને NSS (નેશનલ સેમ્પલ સર્વે)ના જવાબમાં જુલાઇ-2018-જૂન-2019 ના રિપોર્ટ મુજબ, દેશના દરેક ખેડૂત પરિવાર પર સરેરાશ રૂ.74,121 નુ દેવું છે. તેની સામે એક ખેડૂત પરિવારની મહિનાની આવક માત્ર સરેરાશ રૂ.10,218 છે. તેવી જ રીતે ગુજરાતના દરેક ખેડૂત પરિવાર સરેરાશ રૂ.56,568 ના દેવા તળે દબાયેલો છે. વધુમાં ગુજરાતમાં એક ખેડૂત પરિવારની સરેરાશ મહિનાની આવક રૂ.12,631ની છે. એટલે કે, ગુજરાતમાં ખેડૂત પરિવારોની આવક કરતાં દેવું લગભગ ચાર ગણું છે. જ્યારે દેશનો દર બીજો ખેડૂત દેવાદાર છે. દેશમાં આંધ્રપ્રદેશના ખેડૂત પરિવારો સૌથી વધુ દેવાદાર છે. જેમાં દરેક ખેડૂત પરિવાર દીઠ સરેરાશ રૂ.2.45 લાખનું દેવું છે.જ્યારે ખેડૂત પરિવાર દીઠ માત્ર રૂ.1750 નું દેવુ ધરવાતું નાગાલેન્ડના ખેડૂત પરિવારો સૌથી ઓછું દેવું ધરાવે છે. બીજી બાજુ વાર્ષિક મેઘાલયના ખેડૂત પરિવારો સરેરાશ સૌથી વધુ સરેરાશ રૂ.29,348 ની મહિનાની આવક ધરાવે છે. જ્યારે ઝારખંડના ખેડૂત પરિવાર સૌથી ઓછી સરેરાશ રૂ.4895 ની મહિનાની આવક ધરાવે છે. ઉલ્લેખનિય છે કે, 40.36 લાખ ખેડૂત પરિવારો ધરવાતું ગુજરાત દેશમાં આવક અને દેવામાં 12 મા ક્રમે છે. ગુજરાતમાં ખેડૂત પરિવાર સરેરાશ રૂ.12631 ની મહિનાની આવક છે.વધુમા જોતા ગુજરાતમાં ખેડૂત પરિવાર સરેરાશ રૂ.12631 ની મહિનાની આવક છે. જેમાં ખેડૂત પરિવાર દીઠ સરેરાશ પાક ઉત્પાદનમાંથી રૂ.4,318, પશુપાલનમાંથી રૂ.3477, વેતન તરીકે રૂ.4415 મેળવે છે.
તે સાથે ગુજરાતમાં કુલ 66,02,700 પરિવારો છે. જે પૈકી 40,36,900 પરિવારો ખેતી સાથે સંકળાયેલા છે. એટલે કે, રાજ્યના 61.10% પરિવારો ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂત પરિવાર દીઠ સરેરાશ 0.616 હેક્ટર જમીન છે. પરિવાર દીઠ જમીનમાં ગુજરાત દેશમાં 10મા ક્રમે છે. દેશમાં નાગાલેન્ડ એક એવું રાજ્ય છે જ્યાં ખેડૂત પરિવાર દીઠ સૌથી વધુ સરેરાશ 1.287 હેક્ટર જમીન ધરાવે છે. દેશમાં સૌથી ઓછી 0.170 હેક્ટર જમીન પ.બંગાળના ખેડૂતો પાસે છે.