- ભારત દેશમા તમામ આગેવાનો યુવાનોને પ્રાથમિકતા આપવાની વાત કરે છે પરંતુ ઍક સર્વે મૂજબ હજી પણ નેતૃત્વ બાબતે યુવાનો આગળ નથી
જેમકે 29 વર્ષની સરેરાશ વય ધરાવતા ગુજરાતના મુખ્ય મંત્રી 60 વર્ષની વય ધરાવે છે અને 28 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા હિમાલયના મુખ્ય મંત્રી 58 વર્ષના છે એટલે કે 30 વર્ષનો ફર્ક સ્પષ્ટપણે જણાઈ રહયો છે તાજેતરમા ગુજરાત અને હિમાચલના નવા મુખ્યમંત્રીએ શપથ લીધા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉંમર 60 વર્ષ છે, જ્યારે ગુજરાત રાજ્યની સરેરાશ ઉંમર 29 વર્ષ છે. એવી જ રીતે, હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુક્ખુ 58 વર્ષના છે અને હિમાચલની સરેરાશ ઉંમર 28 વર્ષ છે. આ બે સિવાય પણ દેશનાં 30 રાજ્યના મુખ્યમંત્રીની સરેરાશ ઉંમર 61 છે, જ્યારે દેશના એક પણ રાજ્યની સરેરાશ ઉંમર 35 વર્ષથી વધુ નથી. ભાજપના 11 મુખ્યમંત્રીની ઉંમર 57 વર્ષ છે, જે કોંગ્રેસ અને સ્થાનિક પક્ષોના મુખ્યમંત્રીઓની સરેરાશ વયથી ઓછી છે. જ્યારે 17મી લોકસભાના સાંસદોની સરેરાશ ઉંમર પણ 55ની આસપાસ છે. દેશમાં સૌથી વધુ સરેરાશ વય 35 ધરાવતા કેરળના મુખ્યમંત્રી વિજયનની ઉંમર સૌથી વધુ એટલેકે 77 છે, જ્યારે સૌથી ઓછી સરેરાશ ઉંમર 32 ધરાવતા બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની ઉંમર પણ 70 વર્ષથી વધુ છે.