Published by : Rana Kajal
રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર લગાવવામાં આવેલી ટાઇલ્સ એ કોઈ સામાન્ય ટાઇલ્સ નહીં હોય પરંતુ સોલાર ટાઇલ્સ હશે, જેના ઉપર વજન આપવાથી ઉર્જા ઉત્પન થશે. એટલે કે હજારોની સંખ્યામાં આવતા યાત્રીઓના વજનથી ઉર્જા ઉત્પન થશે અને તેનો ઉપયોગ રેલવેસ્ટેશનને પાવર સપ્લાય પૂરો પાડવામાં કરી શકશે.ગુજરાતની દુધ નગરી તરિકે જાણીતી ઍવી આણંદ નગરીના નવા રેલ્વે સ્ટેશન નુ મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. મુસાફરો ચાલે અને વીજળી ઉત્પન્ન થાય એવી અદભુત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.હાલમાં જ રેલવેમંત્રીએ સોંપેલા ટાસ્કને વિદ્યાનગરના 10 વિદ્યાર્થી અને 6 પ્રોફેસરે 100 દિવસમાં પૂરો કર્યો હતોત્રણ વીંગને ત્રિભુવનદાસ વીંગ, વિદ્યા વીંગ, સરદાર વીંગ નામ અપાયું છે
વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી સંચાલિત જીસેટ કોલેજના ઓડિટોરિયમ ખાતે 7મી ઓક્ટોબરે યુવાનો માટે સંવાદ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા એન્જિનિયરિંગના 5 વિદ્યાર્થીઓને આણંદ રેલવે સ્ટેશનનું રિડેવલોપમેન્ટ મોડેલ 100 દિવસમાં તૈયાર કરવાની કામગીરી સોંપતો પત્ર આપવામાં આવ્યો હતો. જેની સમય મર્યાદા પૂર્ણ થતાં 12મી જાન્યુઆરીએ મોડેલ તૈયાર કરી કેન્દ્રીય રેલવે મંત્રાલયમાં મોકલી આપ્યું હતું.ત્રણ વીંગને ત્રિભુવનદાસ વીંગ, વિદ્યા વીંગ, સરદાર વીંગ નામ આપવામાં આવ્યું
એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરના 10 વિદ્યાર્થીઓ અને 6 પ્રોફેસરોએ મળીને વિદ્યાર્થીઓ દ્વારા મોડેલને થ્રીવિંગ્સ એટલે કે ત્રણ પાંખિયાના સ્ટ્રક્ચરમાં તૈયાર કરવામાં આવ્યું છે. જેની થીમ આણંદનું કલ્ચર, ઇતિહાસ અને લોકોની જીવનશૈલીને ધ્યાનમાં રાખીને ત્રણ વીંગ બનવામાં આવી છે. જેમાં ત્રણ વીંગને ત્રિભુવનદાસ વીંગ, વિદ્યા વીંગ, સરદાર વીંગ નામ આપવામાં આવ્યું છે.
આ થીમમાં સહકાર માટે ત્રણ હાથ જેમ કે સરદાર પટેલનો હાથ ત્રિભુવનદાસનો હાથને પકડે છે, અને ત્રિભુવનદાસનો હાથ વિદ્યાનગર એટલે કે એજ્યુકેશનનો હાથ પકડે છે, એટલે કે ત્રણેવ સેક્ટર એકબીજાને સપોર્ટ આપે છે. આમ આણંદના જનજીવન, જીવવાની રીતભાતો પર પ્રકાશ પાથરતી થીમ બનાવવામાં આવી છે, જેથી આણંદથી પસાર થતાં બહારના લોકો પણ એક જ સ્થળે આખા આણંદનું પરિભ્રમણ કરી લેશે. હવે રેલવે મંત્રાલય દ્વારા ડિઝાઇન ફાઇનલ કરાશે.
રેલવે સ્ટેશનની ખાસિયતની વિગતો જોતા
સ્માર્ટ ટિકિટ બૂકિંગ ફેસીલીટી, મોબાઈલ ઍપ્લિકેશનથી ટિકિટ બૂકિંગ કરવી હોય તો તમે ત્રણ રીતે કરી શકશો, એક મોબાઈલ એપ દ્વારા, બીજી ટિકિટબારી થી અને ત્રીજી ટિકિટ વેન્ડિંગ મશીનથી. તેમજ ક્લાઉડ બેઝ્ડ સ્માર્ટ પાર્કિંગ , પાર્કિંગમાં જગ્યા પણ મોબાઈલ ઍપ્લિકેશનથી બૂક કરાવી શકાશે, પાર્કિંગમાં કયું વાહન કેટલા સમય માટે રહેવાનું છે અને ત્યારબાદ કોઈ વાહન નીકળી જાય અને સ્લોટ ખાલી પડે છે તો તેની નોટિફિકેશન પણ મોબાઈલમાં મળશે જેથી પાર્કિંગમાં જગ્યા બૂકિંગમાં આસાની રહેશે. અને ફૂડનું બૂકિંગ પણ એપ્લિકેશન દ્વારા ,વધુમાં ફૂડનું બૂકિંગ પણ એપ્લિકેશન દ્વારા થઈ શકશે. આ એપ દ્વારા રિયલ ટાઈમ ટ્રેન ટ્રેકિંગ હોવાથી ટ્રેન નિશ્ચિત સમયે કયા પ્લેટફોર્મ ક્યારે પહોંચશે તેની જાણકારી આપશે જેથી આવનાર સ્ટેશનથી કોઈને જમવાનું ઑ ડર કરવામાં સરળતા રહેશે . સાથેજ સ્માર્ટ પબ્લિક અને એમેનિટીસની વીગત જોતા પબ્લિક માટે ફૂડ અને કોમર્સિયલ એરિયા રહેશે, પ્લેટ્ફોર્મના દરેક પોલ પર sos બટન તથા વિકલાંગો માટે ઓપરેટિંગ વ્હીલ ચેર હશે જેને વિકલાંગો પોતે ઓપરેટ કરી શકશે. જેથી મુશ્કેલીના સમયમાં તેઓ પોતાની જાતે હલન ચલન કરી શકશે. સાથેજ આર્ટિફિશિયલ ઇન્ટેજીલન્સ બેસ્ડ સેફટી અને સિક્યોરીટીની વ્યવસ્થા પણ હશે: આ ટેકનોલોજીનો પ્લેટફોર્મ પર લગાવવામાં આવલ કેમેરામાં ઉપયોગ કરવાથી દરેક યાત્રીઓના ફેસ અને તેમનો ડેટા જેવો કે કોઈ વ્યક્તિ કેટલી વાર સ્ટેશન આવ્યું છે કેટલી વાર ટ્રાવેલ કર્યું છે તે સીસ્ટમમાં ઉપલોડ રહેશે. મહત્વની બાબત એ છે કે કોઈ ક્રિમિનલના ડેટા પહેલાથી જ એડ કરવામાં આવે અને તે જો સ્ટેશન આવે છે તો તેમનો ચહેરો ડિટેક્ટ કરીને પોલીસને સીધી નોટિફિકેશન પહોંચાડશે.