- જેલ સુપ્રીટેન્ડન્ટના ત્રાસથી કેદીઓએ પગલું ભર્યું..
વડોદરામાં સેન્ટ્રલ જેલમાં 6થી વધુ કેદીઓએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વડોદરા સેન્ટ્લ જેલમાં કેદીઓએ ફિનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી. કેદીઓએ જેલની બેરેકમાં ફિનાઇલ ગટગટાવી આત્મહત્યા કરવાનો સામૂહિક પ્રયાસ કર્યો હતો. મળતી માહીતી મુજબ જેલ સુપ્રીન્ટેન્ડેન્ટનાં ત્રાસથી કેદીઓએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની માહિતી સાંપડી રહી છે. જૉકે તાત્કાલિક તમામ અસરગ્રસ્ત કેદીઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. કેદીઓએ આક્ષેપ કર્યા હતા કે જેલ સત્તાધીશ તરફથી તેઓને હેરાન કરવામાં આવે છે અને પૈસાની માંગણી કરવામાં આવે છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સયાજી હોસ્પિટલ પહોંચી ઘટના અંગેની તમામ માહીતી મેળવી હતી. ઉચ્ચ અધિકારીઓ જણાવ્યું હતું કે હાલ કોઇની હાલત ગંભીર નથી. અને તેઓ જે આક્ષેપ કરી રહ્યા છે તે અંગે તપાસ કરાશે..
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)