Published by : Rana Kajal
- ભણવાનો ખર્ચો કાઢવા માટે યુવતીઓ સેક્સ વર્કર બની જાય છે…
- દલાલો ઍક યુવતીથી ઍક વર્ષમાં કમાય છે કરોડો રૂપિયા…
કેનેડામાં ભારતીય દીકરીઓ ભણવા માટે જાય છે ત્યારે તે અનેક સમસ્યાઓથી ઘેરાઈ જાય છે. ભારતીય વિદ્યાર્થિનીની કેનેડામાં કોઇ ગભીર સમસ્યા હોય તો તે છે આર્થીક સમસ્યા. કેનેડામાં નોકરી કરવી અને અભ્યાસ કરવો એ સહેલી બાબત નથી વિદ્યાર્થીનીઓ એ ભણતરની ફી તેમજ તેના રહેવા અને જમવાનો ખર્ચ કાઢવાનો હોય ત્યારે આવી વિદ્યાર્થિની અને તેથી યુવતી આર્થીક સંકટમાં ઘેરાઈ જાય છે. જેનો ફાયદો સેકસની દુનિયામાં “પિમ્પસ” તરીકે ઓળખાતા દલાલો લઈ રહ્યાં છે. આ પરિસ્થિતી કેટલી કરુણ છે તેની વિગત જોતા જ્યાં દલાલ ઍક ભારતીય યુવતીથી વર્ષમાં બે કરોડ રૂપિયા જેટલી કમાણી કરે છે પરંતું યુવતીને કંઈ મળતું નથી. બદલામાં મળે છે માત્ર અને માત્ર યાતના દલાલો યુવતીઓને બંધક બનાવી રાખે છે. હાલમાં પણ દર મહિને 10 થી 12 ભારતીય વિદ્યાર્થીનીઓ ગર્ભપાત કરાવી રહી છે યાતના ભોગવી રહી છે ટોરન્ટો થી બ્રેમ્પટન સુઘી સેકસ રેકેટની કાળી દુનીયા ફેલાયેલી છે જેમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીનીઓ ફસાયેલી છે… તેથીજ દિકરીને કેનેડા મોકલતા પહેલા સો વાર વિચારજો