Home International કેનેડામાં હિન્દૂ મંદિર પર ફરી પ્રહાર અભદ્ર ભાષામાં લખ્યા સૂત્રો…

કેનેડામાં હિન્દૂ મંદિર પર ફરી પ્રહાર અભદ્ર ભાષામાં લખ્યા સૂત્રો…

0

Published by : Vanshika Gor

કેનેડામાં વધુ એક હિન્દુ મંદિરને અપવિત્ર કરવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા . આ ઘટના ઓન્ટેરિયો પ્રાંતના વિન્ડસર શહેરમાં સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની છે. જેમાં BAPS સંસ્થાના પ્રવક્તાએ આ ઘટનાની સખત નિંદા કરી હતી. તેમણે કહ્યું, ‘મંદિરની દીવાલો પર લખેલા ભારત વિરોધી સૂત્રો જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થાય છે. BAPS દ્વારા આ મામલે તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી હતી.

સંગઠને આ મામલે કેનેડામાં હિન્દુ ફેડરેશનના સભ્યોને E-mail મોકલ્યો છે. તેમ કહેવામાં આવ્યું છે કે, ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી છે, જેથી તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. લખાયેલા સૂત્રોમાં ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લખાણ હતું.મહત્વનું છે કે, જેમાં કેનેડામાં હિન્દુ મંદિરને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.6 મહિનામાં 5 વખત આવી ઘટના સામે આવી છે એની પર કડક કાર્યવહી થાય આવી માંગ પણ મુકવા આવી છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version