Published by : Rana Kajal
- સ્વ ઇન્દિરા ગાંધી હત્યા ઉપર ઉજવણી અને ભારતની ચેતવણી…..
કેનેડા વારંવાર ખાલિસ્તાન સમર્થક કાયૅવાહી કરી રહ્યું છે. હાલમાં ખાલિસ્તાની સમર્થકોએ ઓપરેશન બ્લુ સ્ટારની વરસીએ પરેડનું આયોજન કર્યુ હતું. આ પરેડની થીમ ભારતનાં પુર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાની હતી. આ બાબતે ભારતે ચેતવણી આપી હતી. વિદેશ મંત્રી જયશંકરે જણાવ્યું કે કેનેડાએ આ યોગ્ય કર્યુ નથી. આનાથી બે દેશો વચ્ચેના સંબંધો બગડી શકે છે. આ મતોની રાજનીતિ બંધ થવી જોઈએ.આ પરેડનો વિડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં બે સિક્યુરિટી ગાર્ડ ઍક મહીલા પર ગોળી વરસાવતા હોય તેવું દ્રશ્ય ખડુ કરવામા આવ્યું હતું