Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratકેન્દ્રીય ચૂંટણી પંચ સાથેની ભાજપની બેઠક પૂર્ણ...

કેન્દ્રીય ચૂંટણી પંચ સાથેની ભાજપની બેઠક પૂર્ણ…

આજથી 2 દિવસ કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાત પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન બે દિવસ ચુંટણી પંચની ટીમ તમામ જિલ્લા કલેક્ટરો-પોલીસ વડાઓ સાથે બેઠક યોજશે. તેમજ વિવિધ રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરી ચર્ચા કરશે. જે અંતર્ગત આજે કેન્દ્રીય ચૂંટણી પંચ સાથેની ભાજપની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠકમાં ચૂંટણી પંચ સમક્ષ ભાજપ નેતાઓએ કુલ 23 મુદ્દાઓની રજૂઆત કરી હતી.

બેઠક પૂર્ણ થયા બાદ ભાજપ નેતાઓએ ચૂંટણી પંચ સમક્ષ કરેલી વાત જણાવી હતી. જે અનુસાર દિવ્યાંગ મતદારો, સ્ટાર પ્રચાર, વૃદ્ધ માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મતદાનનો સમય, નામાંકનોની યાદીમાં સુધારો, વેબસાઈટ પર નામાંકન પત્ર અપલોડ કરવા, મતદાન એજન્ટોની ભૂમિકા વધુ સક્રિય રાખવી, પ્રચાર કાર્યાલયને 200 મીટરની અંદર પરવાનગી આપવી, પ્રચાર માટે રાજકીય પક્ષો દ્વારા સામાન્ય ખર્ચ નક્કી કરવા, ડિસેમ્બર માસમાં રાજ્યમાં ખૂબ લગ્ન પ્રસંગ હોય ડિસેમ્બર માસમાં ચૂંટણી ન યોજાય તેવા આયોજન, આ કારણોસર ડિસેમ્બરમાં એવા દિવસોમાં મતદાન રાખવું છે જે દિવસોમાં લગ્ન ન હોય તેમ જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત VVPAT અને EVMમાં એક મતદાન કરતા દોઢ મિનિટનો સમય થાય છે. જેથી મતદાનનો સમય વધારવા માટે આશા વ્યક્ત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!