Published By : Parul Patel
- 30 જેટલા 107થી 155 વર્ષ જુના ડેમનું તલસ્પર્શી ઇન્સ્પેકશન…
- કેન્દ્રિય આદેશને પગલે ગુજરાતમાં ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશનની રચના થઇ.
કેન્દ્ર સરકારે 2021માં ડેમ સેફ્ટી એક્ટ બનાવ્યા પછી આ નવા ધારાના નિયમો હેઠળ ગુજરાત સરકારે પહેલી વખત ડેમ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન રચ્યું છે. રાજ્ય સરકારે કેન્દ્રના આદેશને પગલે રાજ્યમાં વર્ષો જૂના ડેમ અંગે ઘનિષ્ટ ચેકિંગ હાથ ધર્યુ છે. સૂત્રો કહે છે કે દર વર્ષે ચોમાસા પહેલા અને ચોમાસા પછી બધાં જ જળાશયો ડેમ યોજનાઓના ઇન્સ્પેશનની વર્ષો જૂની પધ્ધતિ તો છે જ, પણ હવે નવા ધારા હેઠળ ઇન્સ્પેકશન વધુ તલસ્પર્શી રીતે હાથ ધરાઇ રહ્યું છે. રાજ્યમાં 30 જેટલા ડેમ 107 વર્ષથી 115 વર્ષ પુરાણા છે. જેમનું ઇન્સ્પેકશન વધુ બારીકાઇથી થઇ રહ્યું છે.
જો કે આ 30 પૈકી મહી નદીના નાળા ઉપરના ધાનોરા ડેમનું ઇન્સ્પેકશન હજુ કોઇ કારણસર બાકી રખાયું છે. આ 30 પુરાણા ડેમ પૈકી 4 ડેમ સાબરમતી નદી ઉપર બનેલા છે. જેમાં પનેલિયા ડેમ અને રેવાણીયા ડેમ 141 વર્ષ જુના,સાવલી ડેમ 113 વર્ષ જૂનો તથા સાબરમતી બેઝિનમાં સમાવિષ્ટ ખારી નદી ઉપરનો લિમલા ડેમ 111 વર્ષ જૂનો છે. પિકનિક સ્પોટ તરીકે જાણીતો વડોદરા નજીકનો આજવા ડેમ પણ 131 વર્ષ પુરાણો છે.
બોક્સ : રાજ્યમાં વર્ષો જૂના ડેમ
ડેમ કેટલા વર્ષ જૂનો
- 1. ભાધકા 155
- 2. પનેલિયા 141
- 3. રેવાણિયા 141
- 4. આજવા 131
- 5. વેરી 123
- 6. અલનસાગર 122
- 7. વિજરખી 122
- 8. ખંભાળા 122
- 9. અઢિયા 121
- 10. હંથથલ 121
- 11. મોલ્ડી 121
- 12. રાજવા દલા 121
- 13. મોટા આંકડિયા 120
- 14. ચીમનાબાઇ તળાવ 117
- 15. પાનેલી 117
- 16. આનંદપુર 116
- 17. કુવાડવા 115
- 18. સાવલી 113
- 19. મુવાળિયા 112
- 20. મોટા બંધારિયા 112
- 21. ધનોરા 112
- 22. લીમલા 111
- 23.વાંગ્રોલી 111
- 24.દોસવાડા 111
- 25.મીંઝરી 111
- 26.ફકીરવાડી 110
- 27.ધામેલ 109
- 28.રામધારી 109
- 29.પીછાવી 107
- 30.વડા તળાવ 107