Published By:-Bhavika Sasiya
- કારીગરોને ઓછા વ્યાજે લોન…..
- તેમજ ઈ-બસ સેવાને મંજૂરી
કેન્દ્ર સરકારે તાજેતરમાં મહત્વના નિર્ણયો લીધા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ પ્રધાનમંળની બેઠક મળી હતી જેમાં મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. ખાસ તો વિશ્વકર્મા યોજના અને પીએમ ઇ-બસ સેવાને મંજૂરી અપાયાનું કેન્દ્રના પ્રધાન અશ્વિનિ વૈષ્ણવ અને અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું. કેબિનેટે રૂા. 14903 કરોડના ખર્ચની જોગવાઇ સાથે ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમને લંબાવવાનો પણ નિર્ણય લીધો છે.
સાથેજ વિશ્વકર્મા યોજનાને મંજૂરીની માહિતી આપતાં આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કારીગરો માટે વિશ્વકર્મા યોજનની ઘોષણા વડાપ્રધાને લાલ કિલ્લા પરથી કરી હતી. કેબિનેટે રૂા. 13,000 કરોડની આ યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાથી 30 લાખ શિલ્પકાર કે કારીગરોના પરિવારોને લાભ મળશે.
આ યોજના અંતર્ગત કારીગરો કે શિલ્પકારોને પાંચ ટકાના વ્યાજદરે એક લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે. નાના કસબા કે ગામડાંમાં આજે પણ કૌશલ્ય વિકાસ સાથે જોડાયેલા લુહાર, સુથાર, કુંભાર, મિત્રી, ધોબી, માળી, મૂર્તિકારો, તાળા-ચાવી બનાવનારા, માછલી પકડવાની જાળ ગૂંથનારાઓ છે, જેમને આ યોજનાથી લાભ મળશે.પીએમ ઇ-બસ યોજનાની માહિતી આપતાં અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ યોજના રૂા. 57,613 કરોડની છે, જેમાંથી 20,000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર આપશે. દેશભરમાં લગભગ 10,000 નવી ઇલેક્ટ્રીક બસ ઉપલબ્ધ કરાવાશે.