Published by : Anu Shukla
- 5 ફેબ્રુઆરીએ સરકારે 138 બેટિંગ અને લોન આપતી 94 એપ પર પ્રતિબંધ મૂક્યો હતો
થોડા દિવસો પહેલા ભારત સરકારે દેશમાં લોન અને બેટિંગ સાથે સંબંધિત 200થી વધુ Apps પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકાર દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે આ એપ્સ ચીન સાથે સંબંધિત છે પરંતુ હવે આ પ્રતિબંધિત એપ્સમાંથી કેટલીક પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. સરકારે જણાવ્યુ કે જે એપ્સ પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે તે ભારત સાથે સંબંધિત છે. 5 ફેબ્રુઆરીએ સરકારે 138 બેટિંગ અને લોન આપતી 94 એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્દ્રના આ નિર્ણય બાદ તેનો ઉપયોગ કરનારા યુઝર્સને મોટી રાહત મળી છે.
સરકારે 48 કલાકનો સમય આપ્યો હતો
મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે એપ્સ પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે તેમાં PayU અને LazyPay અને Kisht તેમજ IndiaBulls અને Faircentની એપ્સ સામેલ છે. સરકાર દ્વારા આ એપ્સને તેમની પ્રામાણિકતા સાબિત કરવા માટે 48 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. આ કંપનીઓ દ્વારા સ્પષ્ટ રિપોર્ટ આપ્યા બાદ કેન્દ્રએ LazyPay, Kissht, indiabullshomeloans અને buddyloan, faircent, KreditBee અને mPokket પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. દેશમાં આ એપ્સને યુઝ કરનારા લાખો યુઝરો છે.
આઈટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી
મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા જે એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તેની ભલામણ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. આઈટી એક્ટની કલમ 69 હેઠળ એપ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.