Published by : Rana Kajal
દિલ્હી
કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ ઓક્ટોબર 2023 સુધી લંબાવ્યો છે. અગાઉ આ પ્રતિબંધ 1 જૂન 2022થી 31 ઓક્ટોબર 2022 સુધી મૂકવામાં આવ્યો હતો. જે હવે લંબાવવામાં આવ્યો છે. અત્રે નોંધવુ રહ્યું કે ભારત વિશ્વમાં ખાંડનો સૌથી મોટો ઉત્પાદક અને બ્રાઝિલ પછી બીજા નંબરનો સૌથી મોટો નિકાસકાર દેશ છે.
જયારે ખાંડના ટોચના ગ્રાહકોમાં બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા, મલેશિયા અને દુબઈનો સમાવેશ થાય છે. ભારતમાંથી ખાંડની વિક્રમજનક નિકાસ બાદ ખાંડની સ્થાનિક કિંમતમાં વધારાને રોકવા માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.વર્ષ 2022માં 82 લાખ મેટ્રિક ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી
છેલ્લાં વર્ષોમાં દેશમાંથી મોટા પ્રમાણમાં ખાંડની નિકાસ કરવામાં આવી છે. ગયા વર્ષે 60 LMT લાખ મેટ્રિક ટનસુધી ખાંડની નિકાસ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો, પરંતુ 70 LMT ખાંડની રેકોર્ડબ્રેક નિકાસ કરવામાં આવી હતી. આ જ રીતે આ વર્ષે 82 LMT ખાંડ શુગર મિલમાંથી એક્સપોર્ટ કરાઈ હતી. આ વર્ષની ખાંડની નિકાસ અત્યારસુધીમાં સૌથી વધુ હોવાની કહેવામાં આવી રહી છે.